Monday, July 15, 2024
HomeBUSINESSStock News: કારોબારના પ્રથમ દિવસે ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ

Stock News: કારોબારના પ્રથમ દિવસે ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ


  • NSEના નિફ્ટીમાં 0.0.97%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.12%નો ઘટાડો
  • સેન્સેકસ 95 પોઈન્ટથી ફલેટ કારોબાર સાથે ખુલ્યો

ભારતીય શેરબજાર આજે એટલે કે, પહેલી જુલાઈ સોમવારે ફલેટ ઓપન થયુ છે. શનિવારે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 79,000ના સ્તર પર અને નિફ્ટી 24,000ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધી રહ્યા છે અને 13 ઘટી રહ્યા છે.

આજે આઈટી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ 28 જૂને શેરબજારે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ સ્તર બનાવ્યું હતું. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 79,671ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,174ના સ્તરને સ્પર્શ્યો હતો.

શુક્રવારે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થઈ હતી

અગાઉ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 28 જૂને, શેરબજારે સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 79,671 અને નિફ્ટીએ 24,174ની ઊંચી સપાટી બનાવી હતી.

જોકે બાદમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 33 પોઈન્ટ ઘટીને 24,010 ના સ્તર પર બંધ થયો હતો.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments