Wednesday, July 24, 2024
HomeGUJARATBharuch મેઘ તાંડવ : નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર

Bharuch મેઘ તાંડવ : નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર


  • નગરપાલિકાના કાંસના કામોની પોલ ખુલી, સેવાશ્રામ રોડની રૂા. ત્રણ કરોડ ની યોજના ફ્લોપ શૉ
  • ભરૂચ તાલુકામાં સવારે 6થી બપોરે 12સુધીમાં માત્ર 6 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો
  • વરસાદને પગલે ભરૂચના નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો અટવાયાં હતાં.

આજે વહેલી સવારથી ભરૂચ પંથકમા મેઘાએ તેનુ રોદ્ર સ્વરૂપ બતાવતા નગરના નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો હતો સરદાર માર્કેટ, દાંડિયા બજાર ફુરજા વિસ્તાર ફટા તળાવ અને અન્ય નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો હતો ખાસ કરીને રૂ. ત્રણ કરોડના ખર્ચે સાકાર થયેલ સેવાશ્રામ રોડ ફ્લોપ શો સાબીત થઈ હતી.

ભરૂચ નગરના મકતમપુર વિસ્તારમા આજે ભારે વરસાદ ના પગલે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થયો હતો જ્યારે ભરૂચ નગરના જીન કમ્પાઉન્ડ, કોર્ટ કમ્પાઉન્ડ, અને જંબુસર માર્ગ પર આવેલા કેલોદ ગામ પાસે વૃક્ષો ધરાશાઈ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જયારે વિલાયત ચોકડી પાસે વીજપોલ ધરાશાઈ થયો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ભરૂચ જિલ્લાના રેલ્વે યાર્ડમાં હજારો ટન મીઠાનુ વરસાદનાં કારણે નુકશાન થયું હતુ.

ભરૂચ જિલ્લાનાં રહેવાસીઓએ આશરે બે મહિના સુધી કારમી ગરમી અને બફરાનુ વાતાવરણ સહન કર્યાં બાદ હવે જૂન મહિનાના અંતિમ દિવસોમા મેઘાની પધરામણી થતા જિલ્લામા ઠંડકનું વાતાવરણ જણાઈ રહ્યું છે. ભરૂચ તાલુકામાં આજે સવારે 6 કલાક બાદ મેઘાએ તેનું રૌદ્ર સ્વરૂપની એક ઝલક દર્શાવી હોય તેમ સવારે 6થી બપોરે 12સુધીમાં માત્ર 6 કલાકમા 2 ઇંચ વરસાદ ખાબકતા વરસાદે તેના રૌદ્ર સ્વરૂપની ઝલક બતાવતા નગરમાં નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

ભરૂચ જિલ્લામા વરસાદે આંશિક વિરામ લઈ હાથતાળી આપી હતી. પરંતુ ફરી એકવાર ગતરોજ થી ભરૂચ જિલ્લામા ધીમો ધીમો પરંતું એકધારો વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ આજે સવારથી ભરૂચ પંથકમાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. તેથી અચાનક મુશળધાર વરસાદ વરસતા સમગ્ર નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેમા શકિતનાથ વિસ્તારના સરદાર માર્કેટ, દાંડિયા બજાર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે રૂા. ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સેવાશ્રામ રોડના માર્ગની યોજના ફ્લોપ શો સાબિત થઈ હતી .

છેલ્લાં કેટલાક વર્ષોથી ભરૂચ પંથકમા વરસાદ વરસતા જ સેવાશ્રામ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હતો જેના કારણે 100 કરતા વધુ દુકાનો અને સોસાયટી વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હતો.

જેના કારણે રૂ ત્રણ કરોડના ખર્ચે સેવાશ્રામ રોડ ની યોજના એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે આ માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો ન થાય અને વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ થઈ જાય પરંતું આ યોજના પાછળ ખુબ મોટો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ યોજના ફ્લોપ શો સાબિત થઈ હતી જેનાં પગલે દુકાનદારો અને સોસાયટી ના રહીશોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

કતોપોર ઢોળાવ અને ફૂરજા ચારરસ્તામાં વરસાદી પાણીનો ભરાવો

ભરૂચ નગર પાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારોની સમસ્યાઓના ઉકેલ અંગે ઓરમાયું વર્તન રાખવામા આવે છે તેવા વિપક્ષના આક્ષેપો સાચા પડતા હોય તેમ પશ્ચીમ વિસ્તારમા આવેલ વેપારી મથક એવા કતોપોર ઢોળાવ, ચારરસ્તા, ફુરજા જેવા વિસ્તારોમાવરસાદી પાણી ન ભરાવો થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ ઉભુ થયુ હતું

અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું

અંકલેશ્વર : અંકલેશ્વર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે શહેર ની નીચાણ વાળી સોસાયટી ઓના માર્ગો ઉપર પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજા મહેરબાન થયા છે. આજરોજ વહેલી સવારથી જ વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે દિવા રોડ ઉપર આવેલ નિચાણ વાળી સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

સેવાશ્રામ રોડ પરથી કુંડીઓ જોખમ કારક

રૂ ત્રણ કરોડ ના ખર્ચે સાકાર થયેલ સેવાશ્રામ રોડ પર પાણીના નિકાલ અર્થે કુંડીઓ તૈયાર કરવામાં આવી છે પરંતુ આ કુંડીઓ તકલાદી હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે અતિ જોખમ કારક સાબિત થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments