Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: સેબીએ બેઝિક ડિમેટ એકાઉન્ટની મર્યાદા રૂ.બે લાખથી વધારી રૂ.દસ લાખ કરી

Business: સેબીએ બેઝિક ડિમેટ એકાઉન્ટની મર્યાદા રૂ.બે લાખથી વધારી રૂ.દસ લાખ કરી


  • માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવાનો હેતુ
  • બજાર નિયમનકારનો નવો નિર્દેશ આગામી પહેલી સપ્ટેમ્બરથી લાગુ થશે
  • બીએસડીએ નિયમિત ડિમેટ ખાતાનું વધુ મૂળભૂત સંસ્કણ છે

શેરબજારમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બેઝિક સર્વિસ ડિમેટ એકાઉન્ટ (બીએસડીએ)ની મર્યાદા રૂ.2 લાખથી વધારી રૂ.10 લાખ કરી દીધી છે.

સેબીએ જણાવ્યું હતું કે, નવો નિર્દેશ આગામી પહેલી સપ્ટેમ્બરથી લાગૂ થશે. સેબી દ્વારા જે સુધારો કરવામાં આવ્યો છે તેનાથી નાના રોકાણકારોને શેરબજારમાં વેપાર કરવા માટેનું પ્રોત્સાહન મળવા સાથે તેમના નાણાંકીય સમાવેશને સુનિશ્ચિત કરી શકાશે.

બીએસડીએ નિયમિત ડિમેટ ખાતાનું વધુ મૂળભૂત સંસ્કણ છે. માર્કેટ નિયમનકાર સેબીએ ઓછું રોકાણ ધરાવતાં રોકાણકારો પર ડિમેટ ચાર્જનો બોજ ઘટાડવા માટે વર્ષ 2012માં બીએસડીએની સુવિધા શરૂ કરી હતી. સેબીના નવા ફેરફાર પહેલાં બીએસડીએ માટે પાત્ર બનવા એક જ ડિમેટ ખાતામાં રૂ.2 લાખ સુધીની લોન સિક્યોરિટીઝ અને રૂ.બે લાખ સુધીની નોન-લોન સિક્યોરિટીઝની મંજૂરી હતી. જો પોર્ટફોલિયો વેલ્યૂ રૂ.ચાર લાખ સુધીની હોય તો બીએસડીએ માટે કોઈ વાર્ષિક જાળવણી ફી લાગશે નહીં. જ્યારે પોર્ટફોલિયોની કિંમત રૂ.ચાર લાખથી વધુ અને રૂ.10 લાખ સુધીની હોય તો રૂ.100નો ચાર્જ વસૂલવો પડશે, એમ સેબીએ જણાવ્યું હતું.

રોકાણકારો પાસે એકમાત્ર અથવા પ્રથમ ધારક તરીકે માત્ર એક જ ડિમેટ ખાતું હોય, તમામ ડિપોઝિટરીઝમાં તેના નામે માત્ર એક જ બીએસડીએ હોય અને ખાતામાં રહેલી સિક્યોરિટીઝનું મૂલ્ય ડેબ્ટ અને નોન-ડેબ્ટ સિક્યોરિટીઝ બંને માટે કોઈપણ સમયે રૂ.10 લાખથી વધુ ન હોવા જેવા માપદંડો પૂરા કરતી વ્યક્તિ બીએસડીએ માટે પાત્ર છે, એમ સેબીએ જણાવ્યું હતું.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments