Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: નિફ્ટી શેરો પૈકીના અડધાએ જૂનમાં નવી ઊંચી સપાટી બનાવી

Business: નિફ્ટી શેરો પૈકીના અડધાએ જૂનમાં નવી ઊંચી સપાટી બનાવી


  • ચાલુ મહિનામાં 17 શેરોએ નવું ઊંચું સ્તર બનાવ્યું
  • પાંચ શેરોએ સર્વકાલિન હાઈ સપાટી બનાવી
  • 50 શેર સૂચકાંક વાર્ષિક ધોરણે 9.8 ટકા વધ્યા

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના બેન્ચમાર્ક નિફ્ટીમાં આ સપ્તાહે તેજી જોવા મળી હતી, જે જૂન મહિનાની નવમી રેકોર્ડ ઊંચી સપાટી છે, અને કેલેન્ડર વર્ષ 2024નું 23મું ઉચ્ચ સ્તર છે.

બ્લૂ-ચિપ કંપની સૂચકાંક સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં 24,010ના સ્તર પર બંધ થયેલ. પાંચ સ્ટોક્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ભારતી એરટેલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ સર્વકાલીન ઉચ્ચ સપાટી પર બંધ રહ્યા હતા અને અન્ય 17 શેરોએ ચાલુ મહિને નવી ઊંચી સપાટી બનાવી હતી. બજારમાં તેજીના પગલે 50 નિફ્ટી ઘટકોમાંથી 34 સ્ટોક્સએ 2024માં નવી સપાટી બનાવી હતી. જ્યારે 50 શેર સૂચકાંક વાર્ષિક ધોરણે 9.8 ટકા વધ્યા હતા. આ વર્ષે સૌથી સારૂં પ્રદર્શન કરનારા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (વાર્ષિક ધોરણે 65 ટકા વધ્યા), શ્રીરામ ફાયનાન્સ (વાર્ષિક ધોરણે 45 ટકા વધ્યા) અને અદાણી પોર્ટસ એન્ડ સેઝ (વાર્ષિક ધોરણે 43 ટકા વધ્યા) રહ્યા હતા. બીજી તરફ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોમાં એલટીઆઈ માઈન્ડટ્રી, એશિયન પેઈન્ટ્સ અને એચડીએફસી લાઈફ ઈન્સોયરન્સનો સમાવેશ થાય છે. જેમાં અનુક્રમે 18 ટકા, 16 ટકા અને નવ ટકાનો ઘટાડો થયો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments