Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: જૂનમાં FII દ્વારા ભારતીય શેરબજારમાં 26,565 કરોડના મૂલ્યના શેરોની ખરીદી

Business: જૂનમાં FII દ્વારા ભારતીય શેરબજારમાં 26,565 કરોડના મૂલ્યના શેરોની ખરીદી


  • જીડીપી વૃદ્ધિના સારા અંદાજ, ઉદ્યોગોની વધતી આવક મુખ્ય કારણ
  • ગઠબંધન છતાં સ્થિર સરકારના સંકેતોથી FIIના વલણમાં યૂ-ટર્ન
  • એફઆઈઆઈએ જૂનમાં લગભગ રૂ.26,565 કરોડના મૂલ્યના શેરોની ખરીદી કરી છે

છેલ્લા બે માસમાં ચોખ્ખા વેચાણ બાદ હવે ફોરેન ઈન્સ્ટીટયુટલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)એ ભારતમાં સરકારી શાસન સંબંધિત તમામ ચિંતાઓ અભરાઈએ ચઢાવી દીધી હોય તેમ પોતાના વલણમાં યુ-ટર્ન લીધો છે. એફઆઈઆઈએ જૂનમાં લગભગ રૂ.26,565 કરોડના મૂલ્યના શેરોની ખરીદી કરી છે.

જીડીપી વૃદ્ધિના સારા અંદાજ અને ભારતીય ઉદ્યોગ જગતની વધતી આવકને કારણે એફઆઈઆઈના વલણમાં બદલાવ આવ્યો હોવાનું માનવામાં આવે છે. હવે તમામ નજરો બજેટ પર છે. જે પછી એફઆઈઆઈનું વલણ વધુ સ્પષ્ટ થશે. જેપી મોર્ગન બોન્ડ સૂચકાંકમાં ભારતનું સામેલ થવું પણ એક સકારાત્મક પરિબળ છે. કેમ કે, આ પગલાંથી સરકારને ઓછા દરે લોન મળી રહેશે અને ભારતીય ઉદ્યોગો માટે પણ મૂડીની પડતર ઘટી જશે.

જૂન મહિનાના આંકડાથી જાણકારી મળી હતી કે, મહિનાના પ્રથમ પખવાડિયામાં એફઆઈઆઈએ રિયલ એસ્ટેટ, ટેલિકોમ અને ફાયનાન્સિયલ સેવાઓના શેરોની ખરીદી કરી હતી. જ્યારે આઈટી, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રના શેરોની વેચવાલી કરી હતી.

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ આપબળે સરકાર રચવામાં નિષ્ફળ જતાં કેન્દ્રમાં ગઠબંધન સરકાર રચાઈ છે. જેને લઈને બજારના ખેલાડીઓ વચ્ચે વિવિધ અટકળો વહેતી હતી. સમગ્ર રાજકીય ઘટનાક્રમની અસર એફઆઈઆઈના વલણ પર જોવા મળી હતી. જો કે હવ કેન્દ્રમાં સ્થિર સરકારના સંકેતો મળતાં એફઆઈઆઈએ પોતાના વ્યૂહમાં પરિવર્તન કર્યું છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂટ ઈન્વેસ્ટર્સ (ડીઆઈઆઈ) તરફથી સ્થિર અને રિટેલ રોકાણકારો દ્વારા જોવા મળેલી તીવ્ર ખરીદીના વલણને કારણે ભારતીય શેરબજાર ફરી એક વખત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જેના પગલે હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ આકર્ષિત થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, એફઆઈઆઈને હવે એવું લાગી રહ્યું છે કે, ભારતીય શેરબજાર આકર્ષક વળતર આપનાર શ્રોષ્ઠ સ્રોત છે, માટે વેચવાલી ખોટા વ્યૂહમાં પરિણામશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments