Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: ચીનમાંથી સ્ટીલની વધતી આયાત અંગે ભારતના મંત્રાલયો વચ્ચે ચર્ચા

Business: ચીનમાંથી સ્ટીલની વધતી આયાત અંગે ભારતના મંત્રાલયો વચ્ચે ચર્ચા


  • સ્ટીલની વધતી આયાતથી ભારતીય ઉદ્યોગો ચિંતિત
  • કસ્ટમ ડયૂટી 7.5%થી વધારીને 12.5% કરવાની માંગ
  • ભારત ચીનની સસ્તી આયાત પર નજર રાખી રહ્યું છે

ભારતના સ્ટીલ અને વેપાર મંત્રાલયો સ્ટીલની વધતી જતી આયાત, ખાસ કરીને સસ્તી ચીની સ્ટીલ ચીજવસ્તુઓના ધસારાને લઈને ચર્ચા કરી રહ્યા છે.

ઊંચી આયાતને કારણે ટોચના ઉત્પદકો તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતા વચ્ચે આ વાટાધાટો કરવામાં આવી છે. સરકારી ડેટાના આધારે, એપ્રિલ અને મે માસમાં ફિનિશ્ડ સ્ટીલની આયાત પાંચ વર્ષની ટોચે પહોંચી જવા સાથે માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ભારત ચોખ્ખો સ્ટીલ આયાતકાર બન્યો હતો. ડેટા અનુસાર ભારતે એપ્રિલથી મે માસમાં 11 લાખ મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી હતી. જે અગાઉના વર્ષ કરતાં 19.8 ટકા વધુ હતી. સ્ટીલ મંત્રાલયે વધતી જતી આયાત અંગે વાણિજ્ય મંત્રાલયને જાણ કરી છે, ઉપરાંત આ મામલે ઉદ્યોગોએ તપાસની માંગ કરી છે. ભારત ચીનની સસ્તી આયાત પર નજર રાખી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં ચીન એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્ટીલનો ટોચનો નિકાસકાર બની રહ્યો છે. ભારતના સ્ટીલ જગતે આ વધતી જતી આયાતથી ચિંતિત થઈ વારંવાર રજૂઆત કરી છે કે, સરકાર આ મામલે દરમિયાનગીરી કરે. આ અંગે સ્ટીલ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, સ્ટીલ પરની મૂળભૂત કસ્ટમ ડયૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરવા અંગે વિચારણા કરવામાં આવે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments