Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: ઓબેસિટી, ડાયાબિટીસ માટેના GLP-1 ડ્રગ્સ માટે 2026માં પીએલઆઈ લોન્ચ થશે

Business: ઓબેસિટી, ડાયાબિટીસ માટેના GLP-1 ડ્રગ્સ માટે 2026માં પીએલઆઈ લોન્ચ થશે


  • હાલમાં ઓબેસિટીની સારવાર માટે વપરાતા અદ્યતન ફોર્મ્યુલેશન્સની વૈશ્વિક માંગ કરતા સપ્લાય ઓછો છે
  • ભારતમાં આ ડ્રગ્સ ઉપલબ્ધ જ નથી
  • જોકે આ ડ્રગ્સના ફોર્મ્યુલેશન્સ વિકસાવવા એ પણ એક લાંબી પ્રક્રિયા છે

ઓબેસીટી એટલે કે મેદસ્વિતા અને ડાયાબિટીસ માટે વપરાતી દવાના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્ઝ (પીએલઆઇ) સ્કીમ 2026ના વર્ષમાં અમલી બનાવવામાં આવશે એવી માહિતી કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ આપી હતી.

કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ અરૂનિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ સ્કીરના કારણે જીએલપી-1 ડ્રગ્સના સ્થાનિક ઉત્પાદનને મોટું પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે જીએલપી-1 ડ્રગ્સના અદ્યતન ફોર્મ્યુલેશન્સ જેવા કે નોવો નોર્ડિસ્કની ઓઝેમ્પિક અને ઇલી લિલીઝની ઝેપબાઉન્ડ હાલમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. હાલમાં વૈશ્વિક સ્તરે આ ફોર્મ્યુલેશન્સની માગ કરતા સપ્લાય ઓછો હોવાથી નજીકના ભવિષ્યમાં આ ડ્રગ્સ ભારતીય બજારમાં ઉપલબ્ધ બને એવી શક્યતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જ સરકાર આ નવી પીએલઆઇ સ્કીમ લોંચ કરવા વિચારણા કરી રહી છે. જોકે આ ડ્રગ્સના ફોર્મ્યુલેશન્સ વિકસાવવા એ પણ એક લાંબી પ્રક્રિયા છે આથી આવા અદ્યતન ફોર્મ્યુલેશન્સના ઉત્પાદન માટે બેઝ બને તે પછી આ સ્કીમ લોંચ કરવામાં આવશે.

ઓબેસિટી ડ્રગ્સનું બજાર 2030માં 130 અબજ ડોલરના સ્તરે પહોંચશે

હાલમાં ભારતમાં સન ફાર્મા, સિપ્લા અને લ્યુપિન જેવી કંપનીઓ જીએલપી-1 ડ્રગ્સનું ઉત્પાદન કરે છે અને આ ડ્રગ્સનો ઉપયોગ ટાઇપ-2 ડાયાબિટીસ અને ઓબેસિટીની સારવારમાં થાય છે. ગોલ્ડમેન સાક્સના એક અહેવાલ અનુસાર એન્ટિ ઓબોસિટી ડ્રગ્સના બજારનું કદ 2030 સુધીમાં વધીને 130 અબજ ડોલરના સ્તરે પહોંચે એવો અંદાજ છે.

ભારતમાં 8 કરોડ ઓબેસિટીનો શિકાર, 22 કરોડ ઓવરવેઇટ

2022માં ધ લાન્સેટમાં પ્રસિદ્ધ થયેલા એક સર્વે અનુસાર ઓબેસિટી ધરાવતા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે અને ચીન તથા અમેરિકા પ્રથમ અને બીજા ક્રમે છે. આઇએમએઆરસીના એક અન્ય સર્વે અનુસાર ભારતમાં 8 કરોડ લોકો ઓબિસીટીથી પીડાય છે અને ઓવરવેઇટ હોય એવા લોકોની સંખ્યા 22 કરોડથી પણ વધુ છે.

ચીને વેઇટ લોસ ડ્રગ્સ વિકસાવવા કમર કસી

ચીનના નેશનલ હેલ્થ કમિશનના ડેટા મુજબ તેમની પુખ્ત વયની કુલ વસ્તીના 50 ટકાથી વધુ લોકો ઓબેસિટી ધરાવે છે અથવા તો ઓવરવેઇટ છે. આ સમસ્યાનો હલ લાવવા ચીને ઇલિ લિલીઝ અને ઇનોવેન્ટ બાયોલોજી સાથે ભાગીદારમાં વેઇટ લોસ માટેનું ડ્રગ્સ વિકસાવવા કમર કસી છે અને આ ડ્રગ્સ 2025માં લોંચ કરવામાં આવે એવી ધારણા છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments