Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: વૈશ્વિક માર્કેટમાં લેવાલી વધતા સ્થાનિક સ્તરે સોના-ચાંદીમાં સુધારો

Business: વૈશ્વિક માર્કેટમાં લેવાલી વધતા સ્થાનિક સ્તરે સોના-ચાંદીમાં સુધારો


  • અમેરિકામાં બેરોજગારીના આંકડા વધતા બુલિયનમાં ફરી તેજીના સંકેત
  • કોમેક્સ ચાંદીમાં 50.90 સેન્ટ વધીને 29.76 ડોલરના સ્તરે વેપાર થઇ રહ્યા હતા
  • ફુગાવાને લગતા ડેટા કેવા આવે છે તેના ઉપર રોકાણકારોની નજર છે

અમેરિકાનું લેબર માર્કેટ તેના ઉપલા સ્તરેથી નબળું પડી રહ્યું છે અને USમાં બેરોજગારીનું લેવલ વધી રહ્યું છે. બેરોજગારની સંખ્યા 2021ના ??અંતથી તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હોવાથી બુલિયન માર્કેટમાં ફરી લેવાલી શરુ થઇ છે.

તેની અસર રૂપે સ્થાનિક સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ધીમો પણ મક્કમ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 500 વધીને રૂ. 74,200ના લેવલે પહોચ્યું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 74,000 પ્રતિ 10 ગ્રામ થયું હતું. કિલો દીઠ ચાંદી રૂ. 500 વધીને રૂ. 90,000 થઇ હતી. વૈશ્વિક માર્કેટમાં સોનું 21 ડોલર વધીને 2335 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 48 સેન્ટ વધીને 29.38 ડોલર થયું હતું. શુક્રવારે મોડી સાંજે કોમેક્સ સોનું 12.90 ડોલર વધીને 2349.50 ડોલર પર ટ્રેડ થઇ રહ્યું હતું. કોમેક્સ ચાંદીમાં 50.90 સેન્ટ વધીને 29.76 ડોલરના સ્તરે વેપાર થઇ રહ્યા હતા.બુલિયન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જે પ્રમાણેના આંકડાઓ આવી રહ્યા છે તેનાથી અમેરિકાના અર્થતંત્રમાં સ્થિરતા આવી નથી તેવું જણાય છે. ફુગાવાને લગતા ડેટા કેવા આવે છે તેના ઉપર રોકાણકારોની નજર છે. ફેડરલ રીઝર્વ વ્યાજદરમાં વહેલો કાપ મુકાશે કે કેમ તેનો અંદાજ આવશે અને તે મુજબ બજારની આગામી ચાલ નક્કી થશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments