Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે નેશનલ કેપિટલ ફંડની સ્થાપના, ટેક્સમાં રાહત માટે વિચારણા

Business: ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે નેશનલ કેપિટલ ફંડની સ્થાપના, ટેક્સમાં રાહત માટે વિચારણા


  • સૌથી વધુ રોજગારી આપતા ટેક્સ્ટાઇલ ક્ષેત્રના વિકાસ માટે સરકાર કટિબદ્ધ
  • આગામી બજેટમાં નિકાસને પ્રોત્સાહન આપે એવા પગલાં પણ લેવાશે
  • ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યુહાત્મક રોકાણ માટે મૂડી સરળતાથી ઉપલબ્ધ બને એ અર્થે કરવામાં આવશે

આગામી કેન્દ્રિય બજેટમાં ટેક્સટાઇલ્સ ક્ષેત્રની નિકાસ વધારવા માટે અને વૈશ્વિક બજારમાં ભારતની પ્રોડક્ટના ભાવ સ્પર્ધાત્મક બને તે માટે ટેક્સમાં રાહત અને કેપિટલ સપોર્ટ જેવા કેટલાક મહત્ત્વના પગલાંની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્રે કાર્યરત એમએસએમઇને સહાય કરવા સરકાર એક નેશનલ ટેક્સટાઇલ ફંડ સ્થાપવા વિચારણા કરી રહી છે, જેનો ઉપયોગ ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યુહાત્મક રોકાણ માટે મૂડી સરળતાથી ઉપલબ્ધ બને એ અર્થે કરવામાં આવશે. આ ઉપરાંત ટેક્સટાઇલ એકમો ઝડપથી રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે એક કેપિટલ સબસિડી સ્કીમ અમલી બનાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ આવા પગલાંમાં ઓર્ગેનિક કોટન તથા લોંગ સ્ટેપલ કોટનની આયાત પર લાગતી બેઝિક કસ્ટમ ડયુટીને દુર કરવી અથવા તો તેમાં ઘટાડો કરવો એ બાબતનો સમાવેશ થાય છે. આ બન્ને પ્રોડક્ટ એપરલ ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વનું રો મટિરિઅલ છે અને તેની આયાત પર હાલમાં 5 ટકા બેઝિક કસ્ટમ ડયૂટી અને વધારાની 5 ટકા ડયૂટી લાગે છે.

તેમણે એવી પણ માહિતી આપી હતી કે હાલમાં સસ્તા ભાવે આયાત કરાયેલા મેન મેડ ફાયબર સ્પન યાર્નથી સ્થાનિક માર્કેટ ઊભરાય છે. આથી આ પ્રવાહને રોકવા માટે આ આયાત પરની બેઝિક કસ્ટમ ડયુટી 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવે એવી શક્યતા છે. સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્ર ખેતી પછી દેશમાં સૌથી વધુ લોકોને રોજગારી આપતા બીજા ક્રમાંકના ક્ષેત્રનું સ્થાન ધરાવતું હોવાથી તેને પ્રોત્સાહન આપવા મોદી 3 સરકાર અત્યંત ઉત્સુક છે અને સરકારના પ્રથમ 100 દિવસમાં જ આ ક્ષેત્રને જબરજસ્ત પ્રોત્સાહન મળે એવી નીતિઓ અમલી બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments