Sunday, July 14, 2024
HomeBUSINESSBusiness: IREDA, HUDCO માટે બજેટમાં સસ્તી લોનની જોગવાઈની શક્યતા

Business: IREDA, HUDCO માટે બજેટમાં સસ્તી લોનની જોગવાઈની શક્યતા


  • ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 54ઈસી હેઠળ સરકારની વિચારણા
  • મોદી સરકારના સૌર ઊર્જા પેદાશ, સસ્તા ઘરના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાને બળ આપવાનો હેતુ
  • બોન્ડ માર્કેટ કરતાં આવા બોન્ડ પરના વ્યાજ દરો ઘણાં ઓછા હશે

આગામી મહિને રજૂ થનારા સામાન્ય બજેટમાં સરકાર હસ્તકની બે મુખ્ય કંપનીઓ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ ( એજન્સી આઈઆરઈડીએ) અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (હુડકો)ને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઈ કરવામાં આવે તેવી શકયતા છે.

ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 54ઈસી હેઠળ સરકારે આ અંગેની વિચારણા હાથ ધરી છે. એક વખત આ બંને પબ્લિક સેક્ટરની કંપનીઓ આ કલમના દાયરામાં આવી જશે તો રોકાણકારો તેમના બોન્ડ ખરીદી શકશે, જેને કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ મળશે. બોન્ડ માર્કેટ કરતાં આવા બોન્ડ પરના વ્યાજ દરો ઘણાં ઓછા હશે. મોદી સરકારના સૌર ઉર્જા પેદાશ અને સસ્તા ઘરના મહત્વકાંક્ષી લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદ મળે તે માટે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે, એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. નાણાં મંત્રાલયે વર્તમાનમાં આઈઆરઈડીએ અને હુડકો પાસેથી તેમના કલમ 54ઈસીમાં સમાવેશ અંગે વધારાની માહિતી માંગી છે.

નોંધનીય છે કે, ઈન્કમટેક્સ એક્ટના સેક્શન 54ઈસી હેઠળ જમીન અને ઘર જેવી અચલ સંપત્તિના વેચાણથી પ્રાપ્ત કોઈપણ લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (એલટીસીજી)ને મુક્તિ મળે છે, શરત એટલી કે, પબ્લિક સેક્ટર કંપની આ સેક્શન હેઠળ સૂચિત થયેલી હોવી જોઈએ અને નાણાંનું આવી કંપનીમાં રોકાણ કરવામાં આવે. રૂરલ ઈલેકટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ (આરઈસી) અને પાવર ફાયનાન્સ કોર્પોરેશન (પીએફસી) હાલ આ મુક્તિ માટે પાત્ર છે. સંપત્તિ વેચાણ પરના એલટીસીજી પર 20 ટેક્સ વસૂલવામાં આવે છે. જે નોંધપાત્ર કર જવાબદારી તરફ દોરી જાય છે. અલબત્ત કલમ 54ઈસી હેઠળની મુક્તિ કરના બોજમાંથી કરદાતાઓને રાહત આપી શકે છે. કલમ 54ઈસી હેઠળ સ્થાવર મિલકતના વેચાણના છ મહિનાની અંદર ઉલ્લેખિત બોન્ડમાં રોકાણ કરવું આવશ્યક છે અને રોકાણ કરેલી રકમ પાંચ વર્ષ પહેલાં રિડીમ કરી શકાતી નથી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments