Monday, July 15, 2024
HomeBUSINESSPetrol-Diesel Price: જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol-Diesel Price: જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ


  • આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
  • જાણો ગુજરાતના ચાર શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત
  • દરરોજ સવારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમત

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે 28 જૂને સવારે જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં ફેરફાર જોવા મળ્યો નથી. પરંતુ ભારતમાં ઈંધણના ભાવ ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે.

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ

અમદાવાદ આજે પેટ્રોલનો ભાવ 94.65 રૂપિયા લિટર છે

વડોદરા આજે પેટ્રોલનો ભાવ 94.15 રૂપિયા લિટર છે

સુરતમાં આજે પેટ્રોલનો ભાવ 94.54 રૂપિયા લિટર છે

રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 94.22 રૂપિયા લિટર છે

ગુજરાતના મહાનગરોમાં આજે ડીઝલનો ભાવ

અમદાવાદ આજે ડીઝલનો ભાવ 90.32 રૂપિયા છે

સુરતમાં આજે ડીઝલનો ભાવ 90.23 રૂપિયા છે

રાજકોટમાં આજે ડીઝલનો ભાવ 89.91 રૂપિયા છે

વડોદરામાં આજે ડીઝલનો ભાવ 89.82 રૂપિયા છે

ઓઈલ માર્કેટીંગ કંપની જાહેર કરે છે પેટ્રોલ ડીઝલના ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​એટલે કે 28 જૂન 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તેની કિંમતોમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ પંપ પર જઈને ટાંકી ભરતા પહેલા એ જાણવું જરૂરી છે કે આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ કેટલા ભાવે મળે છે. તો ચાલો જાણીએ કે દેશના મોટા શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શું છે.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ભારતમાં કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ પર આધારિત હોય છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આધારે ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે વિવિધ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અલગ-અલગ કેમ?

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અલગ-અલગ હોવાનું કારણ ત્યાં વસૂલવામાં આવતો ટેક્સ છે. રાજ્ય સરકારો વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દરે ટેક્સ વસૂલે છે. સાથે જ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વેરા પણ દરેક શહેર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ શહેરો અનુસાર બદલાય છે, જેને સ્થાનિક બોડી ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારે ઇંધણ પર અલગ-અલગ ટેક્સ પણ નક્કી કરવામાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત SMS દ્વારા જાણો

ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે કંપનીની એપ અથવા એસએમએસ નંબર પર મેસેજ મોકલીને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત તપાસવા માટે ઈન્ડિયન ઓઈલ નંબર 9222201122 પર RSP અને સિટી પિન કોડ મેસેજ કરો. RSP અને સિટી પિન કોડ ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મેસેજ કરો. HP અને સિટી પિન કોડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ નંબર 9222201122 પર મેસેજ કરો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments