Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: દેશભરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના રોજના 800થી પણ વધુ કેસ નોંધાય છે

Business: દેશભરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના રોજના 800થી પણ વધુ કેસ નોંધાય છે


  • RBI એક લાખથી વધુ ઠગાઇના કેસો જ ગણ્યા હોવાથી તેના વાર્ષિક ડેટા કરતાં દસ ગણા વધુ કેસ
  • NSCR પોર્ટલના તમામ કેસોનો ઉમેરો કરાય તો ઠગાઈનો આંક હજુ ઘણો ઊંચે જાય
  • છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઈન ઠગાઈના કુલ 5.4 લાખ કેસ નોંધાયા

ભારતમાં દરરોજ ઓનલાઈન નાણાકીય ઠગાઈના 800 જેટલા કેસ નોંધાય છે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના દર્શાવેલા વાર્ષિક ડેટા કરતાં દસ ગણા વધુ છે. આ અંતર એટલા માટે છે

આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં માત્ર એવા કેસો જ ધ્યાનમાં લીધા છે જેમાં રૂ. એક લાખ કરતાં વધુની ઓનલાઈન છેતરપિંડી થઈ હોય. ઉપરાંત જો નેશનલ સાયબર ક્રાઈમ રેપોર્ટિંગ (એનએસસીઆર) પોર્ટલના તમામ કેસોનો ઉમેરો કરવામાં આવે તો ઠગાઈનો આ આંકડો હજુ ઘણો ઉંચે જાય તેમ છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં સપ્ટેમ્બર 2023 સુધીમાં નેશનલ સાયબર ક્રાઈમ રેપોર્ટિંગના પોર્ટલ પર નોંધાયેલા આંકડા અનુસાર, રૂ.5,574 કરોડની કિંમતની છેતરપિંડીની ઘટનાઓ બની હતી.

રિપોર્ટ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં રૂ.1,457 કરોડના કાર્ડ અને ડિજિટલ પેમેન્ટની ઠગાઈના 29,082 કેસ નોંધાયા હતા. જો રૂ. એક લાખ કરતાં ઓછાની ઠગાઈના કેસોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ઠગાઈના કેસોની સંખ્યામાં 2.7 લાખ મામલાનો ઉમેરો થશે, જ્યારે છેતરપિંડીની કુલ રકમમાં રૂ.653 કરોડનો વધારો થશે.

આ સમગ્ર હકીકત આરબીઆઈ સમક્ષ કરાયેલી રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ)ની અરજીની પ્રતિક્રિયામાં સામે આવી હતી. અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઈન ઠગાઈના કુલ 5.4 લાખ કેસ નોંધાયા છે. જેમાં રૂ.1,146 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેના આધારે કહી શકાય કે, ભારતમાં દૈનિક સ્તરે ઓનલાઈન છેતરપિંડીના લગભગ 800 કેસ નોંધાય છે.

ડિજિટલ પેમેન્ટના ઉપયોગના વૃદ્ધિદરથી ઠગાઇનો વૃદ્ધિદર વધારે

કાર્ડ અને ડિજિટલ પેમેન્ટનો ત્રણ વર્ષનો વૃદ્ધિદર (CAGR)

ટ્રાન્ઝેક્શનની વેલ્યૂમાં

વધારો 24%

ટ્રાન્ઝેકશનની સંખ્યામાં

વધારો 53%

ત્રણ વર્ષમાં ઠગાઇની વેલ્યૂ અને કેસોની સંખ્યામાં વધારો

ઠગાઈની વેલ્યૂમાં વધારો 109%

ઠગાઈના કેસમાં વધારો 59%



Source link

- Advertisment -

Most Popular

Recent Comments