Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: પ્રવાસી ભારતીયોએ 2023-24માં 107અબજ ડોલરની જંગી રકમ દેશમાં મોકલાવી

Business: પ્રવાસી ભારતીયોએ 2023-24માં 107અબજ ડોલરની જંગી રકમ દેશમાં મોકલાવી


  • કુલ 54 અબજ ડોલરના FDI, FPI કરતાં રેમિટન્સની રકમ બે ગણી
  • ભારતમાં મોકલાયેલી કુલ રકમમાં 23 ટકા હિસ્સા સાથે રેમિટન્સમાં અમેરિકાનો સૌથી વધુ ફાળો
  • સતત બીજા વર્ષે રેમિટન્સે 100 અબજ ડોલરની મર્યાદાને વટાવી હતી

નાણાકીય વર્ષ 2023-24માં વિદેશમાં રહેતા ભારતીયો કે જેમને પ્રવાસી ભારતીયો (ઓવરસિઝ ઇન્ડિયાન) દ્વારા સ્વદેશમાં રહેતા પોતાના પરિવારને અભૂતપૂર્વ 107 અબજ ડોલરની રકમ મોકલવામાં આવી હતી.

સતત બીજા વર્ષે રેમિટન્સે 100 અબજ ડોલરની મર્યાદાને વટાવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ફોરેન ટાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા સમાન સમયમાં ભારતમાં રોકાણ કરાયેલ સંયુક્ત કુલ રકમ 54 અબજ ડોલર કરતાં પણ રેમિટન્સની રકમ બે ગણી છે.

આંકડા અનુસાર, પ્રવાસી ભારતીયો તરફથી રેમિટન્સને પ્રાઈવેટ ટ્રાન્સફર તરીકે અલગ વર્ગીકૃત કરવામાં આવે તો આ આંકડો નાણાકીય વર્ષ 2023-24માં કુલ 119 અબજ ડોલરના આંકડે પહોંચે છે. ભારતના વિદેશી રહેવાસીઓની આવક અને અન્ય સંબંધિત ખર્ચ બાદ નેટ પ્રાઈવેટ ટ્રાન્સફરનો આંકડો 107 અબજ ડોલર પર પહોંચ્યો છે.

કોરોના મહામારી બાદ રેમિટન્સ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, રેમિટન્સ મામલે અમેરિકા 23 ટકાના ફાળા સાથે ટોચ પર રહ્યું છે. જ્યારે આ સમય દરમ્યાન ખાડી દેશોમાંથી આવતાં રેમિટન્સમાં ઘટાડો થયો છે. 2023માં પણ વૈશ્વિક સ્તરે રેમિટન્સ મામલે અમેરિકા અગ્રેસર રહ્યું હતું. આ સમય દરમ્યાન ભારત દ્વારા 125 અબજ ડોલર, મેક્સિકો દ્વારા 67 અબજ ડોલર, ચીન દ્વારા 50 અબજ ડોલર, ફિલિપાઈન્સ દ્વારા 40 અબજ ડોલર, ઈજીપ્ત દ્વારા 24 અબજ ડોલરનું રેમિટન્સ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બરમાં વર્લ્ડ બેંકના માઈગ્રેશન એન્ડ ડેવલોપમેન્ટ બ્રિફના આંકડા મુજબ, ભારત રેમિટન્સ મામલે વૈશ્વિક સ્તરે ટોચ પર રહ્યું હતું. છેલ્લા બે દશકથી આ વલણ જોવા મળી રહ્યું છે. જે 1990થી નોર્થ અમેરિકા અને યુરોપમાં ભારતીય આઈટી વ્યવસાયિકોના વિદેશમાં સ્થળાંતરને આભારી છે. ભવિષ્યમાં પણ આ વલણ અકબંધ રહેશે તેવો નિષ્ણાતોનો મત છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments