Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: નવા-ઉત્પાદન એકમો માટે ફરી ઓછા કોર્પોરેટ ટેક્સની સ્કીમ લાગુ થઈ શકે

Business: નવા-ઉત્પાદન એકમો માટે ફરી ઓછા કોર્પોરેટ ટેક્સની સ્કીમ લાગુ થઈ શકે


  • પ્રાઈવેટ કેપેક્સ સાઈકલ અવિરત રહે માટે બજેટમાં સરકારની વિચારણા
  • અગાઉની યોજનામાં 15 ટકા કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ ઓફર કરાયેલો
  •  22 ટકાની સરખામણીએ 15 ટકા કન્સેશનલ રેટ ઓફર કરવામાં આવ્યો હતો

પ્રાઈવેટ કેપેક્સ સાઈકલ અવિરત રહે માટે સરકાર આગામી સામાન્ય બજેટમાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ રેટની નવી સ્કીમ જાહેર કરે તેવી શકયતા છે. નવી સ્કીમ પણ અગાઉની યોજના જેવી જ હોઈ શકે છે.

જેમાં અન્યોના 22 ટકાની સરખામણીએ 15 ટકા કન્સેશનલ રેટ ઓફર કરવામાં આવ્યો હતો. પણ તેની અવધિ 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થઈ હતી. જૂની સ્કીમ પર પડદો પડી ચૂક્યો છે ત્યારે તેના કાર્યકાળમાં વધારો કરી શકાય તેમ નથી. અલબત્ત નવી યોજના અંગે જાહેરાત કરવામાં આવશે. જો કે આ યોજનાના માળખા અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2019માં એક વટહુકમ દ્વારા 15 ટકા કર દર સાથેની રાહતની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જે નાણાકીય વર્ષ 2019-20થી પ્રભાવિત છે, સ્થાનિક ઉત્પાદન એકમો માટે 1 ઓક્ટોબર 2019 પછી સમાવિષ્ટ કરવામાં આવી હતી અને જે એકમોએ 31 માર્ચ 2024ની વધારાયેલી સૂર્યાસ્ત સમયરેખા પહેલાં ઉત્પાદન શરૂ કર્યું હોય.

કર રાહતની નવી યોજના

 નવા ઉત્પાદન એકમો માટે નવી કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ રેટ સ્કીમ લાગુ થવાની શકયતા

 નાણાકીય વર્ષ 2019-20માં 1,244 કંપનીઓએ 15 ટકા ઓછા ટેક્સ રેટનો વિકલ્પ પસંદ કર્યો હતો

 જૂની વ્યવસ્થામાં કોર્પોરેટ ટેક્સ રેટ 15 ટકા હતો પણ તેની પૂર્ણાહુતિ 31 માર્ચ, 2024ના રોજ થઈ હતી

 હવે નાણાકીય વર્ષ 2024-25માં સ્થાપિત નવા એકમો 22 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવણી માટે પાત્ર છે

 જૂની સ્કીમ હેઠળ નાણાકીય વર્ષ 2020-21માં 3,508 કંપનીઓએ ટેક્સ રાહતનો લાભ લીધો હતો



Source link

- Advertisment -

Most Popular

Recent Comments