Wednesday, July 24, 2024
HomeGUJARATVadodra :ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા ઉત્પાદકો અને વિક્રેતાઓ ઉપર કડક કાર્યવાહી કરો

Vadodra :ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા ઉત્પાદકો અને વિક્રેતાઓ ઉપર કડક કાર્યવાહી કરો


  • એફએસએસએઆઇએ રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને પત્ર લખ્યો
  • પ્રાથમિક તબક્કે અનસેફ હોય તો વેચાણ ઉપર પ્રતિબંધ મૂકો
  • ગ્રાહકોને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે પગલાં લો: FSSAI

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં મળતી જીવાત – જીવ જંતુઓ મળવાના વધેલા બનાવો બાદ હવે કેન્દ્રના ફૂડ સેફટી રેગ્યુલેટર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ રાજ્યના ફૂડ સેફટી કમિશનરોને પત્ર લખીને જાણ કરી છેકે, ગ્રાહકોને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે પગલાં લો.

ખાદ્ય પદાર્થોના ફૂડ સેમ્પલિંગ માટેની એન્ફોર્સમેન્ટ કાર્યવાહી કડક કરવી જરૂરી છે, જેથી નાગરિકોને ખાદ્ય પદાર્થો સારી ગુણવત્તાવાળા મળી શકે. જો ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઇઓ મુજબ જો કોઇ ખાદ્ય પદાર્થ અનસેફ ( ગુણવત્તાવગરનો)મળી આવે તો તુરત જ તેના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવો અને ગ્રાહકોના હિતમાં ફૂડ સપ્લાય ચેઇનમાંથી એટલેકે બજારમાંથી આ ખાદ્ય પદાર્થનો તમામ જથ્થો પાછો ખેંચાવી લેવો.

ફૂડ ઇન્સ્પેકટરોના ચેકિંગમાં જ જો ખાદ્ય પદાર્થ પ્રાથમિક રીતે અનસેફ મળી આવે તો સત્તાધીશોએ કાયદા મુજબ કડક પગલાં લેવા જોઇએ. જો એન્ફોર્સમેન્ટ સેમ્પલ પ્રાયમરી લેબ રિપોર્ટમાં અનસેફ મળી આવે તો ડેઝિગ્નેટેડ ઓફિસરો – સેન્ટર્લ લાયસન્સીંગ ઓથોરિટીએ તુરત જ કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો – વિક્રેતાઓ સામે કડક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે, તેમાં પ્રાઇમરી ફૂડ લેબોરેટરી ટેસ્ટમાં અનસેફ ખાદ્ય પદાર્થને વેચાણ માટે પ્રતિબંધિત જાહેર કરવો.

રાજ્યોના સત્તાધીશોને સત્તા છેકે,અખાદ્ય પદાર્થોને પ્રતિબંધિત જાહેર કરી બજારમાંથી પાછા ખેંચાવી શકે. જો ખાદ્ય પદાર્થનો વેપાર કરનાર પ્રાયમરી લેબોરેટરીના રિપોર્ટ સામે અપીલ કરવાનું પસંદ કરે તો રેફરલ લેબોરેટરીનો રિપોર્ટમાં પણ અનસેફ જાહેર થાય તો આ પદાર્થને બજારમાંથી પાછો ખેંચાવી શકે.જો વેપારી નિયત સમયમાં અપીલ ન કરો તો પણ અખાદ્ય પદાર્થને પાછો ખેંચાવવો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments