Tuesday, July 23, 2024
HomeGUJARATPanchmahal: પ્રાથમિક શાળામાં જમવાનું બનાવતી વખતે અચાનક કુકર ફાટ્યુ, 4 બાળકીઓ દાઝી

Panchmahal: પ્રાથમિક શાળામાં જમવાનું બનાવતી વખતે અચાનક કુકર ફાટ્યુ, 4 બાળકીઓ દાઝી


  • ઘનસર વાવ ગામની પ્રાથમિક શાળામાં કુકર ફાટ્યુ
  • જમવાનું બનાવતી વખતે કુકર ફાટતા 4 બાળકીને થઈ ઈજા
  • વાલીઓ પોલીસ ફરિયાદ કરવા માટે રૂરલ પોલીસ મથક પહોંચ્યા

પંચમહાલના હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામમાં કુકર ફાટવાની ઘટના સામે આવી છે. ઘનસર વાવ ગામની પ્રાથમિક શાળામાં કુકર ફાટ્યુ છે. જમવાનું બનાવતી વખતે અચાનક કુકર ફાટતા 4 બાળકીને ઈજા પહોંચી છે. ત્યારે વાલીઓ પણ આક્ષેપ લગાવી રહ્યા છે.

પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ

હાલોલમાં બનેલી આ ઘટના બાદ વાલીઓ આરોપ લગાવી રહ્યા છે કે મધ્યાહન ભોજન રૂમમાં વિદ્યાર્થીઓ પાસે જમવાનું બનાવડાવતા હતા એટલે જ કુકર ફાટતા 4 બાળકીઓ દાઝી ગઈ છે. ત્યારે આ સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને બીજી તરફ વાલીઓ પોલીસ ફરિયાદ કરવા માટે રૂરલ પોલીસ મથક પહોંચ્યા છે.

અમદાવાદના માણેકચોકમાં દુકાનમાં લાગી આગ

અમદાવાદના માણેકચોકમાં દુકાનમાં આગ લાગી છે. અમદાવાદના માણેકચોકમાં રાણીના હજીરાની પાસે આવેલી દુકાનમાં આગ લાગી હતી, જો કે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી.

આજે સવારે અમદાવાદના નારોલમાં એક શાળામાં લાગી હતી આગ

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારની શાળામાં આગ લાગી હતી. નારોલમાં આવેલી ડીવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કુલમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી અને 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સુરક્ષાના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં શહેરમાં છેલ્લા 1 અઠવાડિયામાં આગની આ બીજી ઘટના બની છે. સ્કૂલમાં આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે સારી વાત એ છે કે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે શોર્ટ સર્કિટના કારણે શાળામાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments