Friday, July 19, 2024
HomeBUSINESSInflation: શું મોંઘવારીથી જલ્દી મળશે રાહત ? જાણો ચોમાસાને લઇને આવ્યુ અપડેટ

Inflation: શું મોંઘવારીથી જલ્દી મળશે રાહત ? જાણો ચોમાસાને લઇને આવ્યુ અપડેટ


  • ભારતમાં વરસાદ આધારિત છે ખેતી
  • વરસાદ સમયસર આવે તે જરૂરી
  • નહી તો સીધો જ થઇ જાય છે ભાવ વધારો

ભારતમાં ખેતીનો આધાર મોટે ભાગે ચોમાસા પર નિર્ભર છે. આ ખરીફ પાકની સિઝન છે. એટલે આવી કાળઝાળ ગરમી એટલે કે ખેતરોની સૂકી જમીનમાંથી રાહત મેળવવા માટે વરસાદની જરૂર છે. આ ચોમાસાનો વરસાદ ખેડૂતોને રાહતની લાગણી આપશે જ પરંતુ મોંઘવારીના ફટકામાંથી પણ બચાવશે.

વરસાદ ન પડે તો વધે મોંઘવારી

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો દેશમાં ચોમાસું નબળું રહે અથવા તો યોગ્ય સમયે વરસાદ ન પડે તો મોંઘવારી નિયંત્રણમાં લાવવાની લડાઈ લાંબા સમય સુધી ચાલી શકે છે. એટલું જ નહીં થોડા સમય માટે તેમાં વધારો પણ થઈ શકે છે.

મોંઘવારી દર 12 મહિનામાં સૌથી નીચી સપાટીએ

લગભગ એક વર્ષથી RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે ફુગાવો એક વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. મે મહિનામાં દેશમાં મોંઘવારી દર 4.75 ટકા હતો, જે 12 મહિનામાં સૌથી નીચો સ્તર છે. જ્યારે ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડો થયો નથી અને તે 8 ટકાથી ઉપર એટલે કે 8.69 ટકાના સ્તરે રહ્યો છે.

ચોમાસુ અને મોંઘવારીનો માર

એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના સમયમાં શાકભાજીના ભાવમાં અચાનક વધારો થયો છે. આ ખાદ્ય ફુગાવો વધુ વધવાનું જોખમ દર્શાવે છે. ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.

તો શું ભાવ વધારો થશે ?

જૂન મહિનામાં ચોમાસું ટુકડે-ટુકડે આવી રહ્યું છે અને તેમાં વિલંબ થઈ શકે છે. જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં વરસાદની સ્થિતિ સારી હોઈ શકે છે.જે અંગે નિષ્ણાંતોનું કહેવુ છે કે આ સ્થિતિને કારણે ચોક્કસપણે ખાદ્ય મોંઘવારી પર અસર કરશે. જો યોગ્ય સમયે વરસાદ નહીં આવે તો ખરીફ પાકને ભારે નુકસાન થશે. અનાજના ઉત્પાદનને અસર થશે. જેના કારણે ભાવમાં વધારો થવાની સંભાવના છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments