Friday, July 19, 2024
HomeBUSINESSGold Silver Price: ગુરુવારે જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ, શું બજેટમાં મળશે રાહત!

Gold Silver Price: ગુરુવારે જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ, શું બજેટમાં મળશે રાહત!


  • 22 કેરેટ સોનાની કિંમત રૂ. 6590 પ્રતિ ગ્રામ
  • 24 કેરેટ સોનાની કિંમત રૂ. 7188 પ્રતિ ગ્રામ
  • એક કિલો ચાંદીનો ભાવ રૂ. 90,000 થયો

જો તમે સસ્તુ સોનું અને ચાંદી ખરીદવા ઈચ્છો છો તો તમે થોડા દિવસ રાહ જુઓ તે સારું રહેશે. સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો આવ્યો છે પણ સાથે કેટલાક દિવસોથી તેની કિંમતો ઘટી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હજુ પણ સોના-ચાંદીની કિંમતો ઘટી શકે છે. સરકાર બજેટમાં તેને વિશેની જાહેરાત કરી શકે છે. કિંમતો કેટલી ઘટશે તેને લઈને યોગ્ય અનુમાન કરવું મુશ્કેલ છે પણ સોના અને ચાંદીની કિંમતો ઘટતા ખરીદી વધશે. તો જાણો આજની લેટેસ્ટ કિંમતો.

જાણો શું છે આજે સોના-ચાંદીની કિંમતો

ભારતમાં આજે 22 કેરેટ સોનાની કિંમત રૂ. 6590 પ્રતિ ગ્રામ રહી છો તો સાથે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 7188 પ્રતિ ગ્રામ રહી છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ રૂ. 90,000 થયો છે. હાલમાં 24 કેરેટ સોનું 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ પહેલા એટલે કે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 250 રૂપિયા અને 24 કેરેટ સોનું 230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. આ ઘટાડા સાથે, 22 કેરેટ સોનાની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાની કિંમત પણ 54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બુધવારે ચાંદી પણ રૂ. 1000 પ્રતિ કિલો ઘટીને રૂ. 90 હજાર પ્રતિ કિલો થઈ ગઈ હતી.

બજેટમાં જાહેરાત થઈ શકે છે

સરકાર સોના-ચાંદીના ભાવ અંગે કોઈ સીધો નિર્ણય લેશે નહીં. સરકાર બજેટમાં બંને ધાતુઓ પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી શકે છે. આ ઘટાડો 5 ટકા સુધીનો હોઈ શકે છે. હાલમાં આ બંને ધાતુઓ પર આયાત જકાત 15 ટકા છે. જો આયાત ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે તો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થશે.

સોનું અને ચાંદી આટલું સસ્તું થઈ શકે છે

એક રિપોર્ટ અનુસાર આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જો સરકાર બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 5 ટકા ઘટાડશે તો સોનું 3000 રૂપિયા સસ્તું થઈ શકે છે. તે જ સમયે ચાંદી પણ 3800 રૂપિયા સસ્તી થઈ શકે છે. બીજી તરફ ચીનની સેન્ટ્રલ બેંકે સોનાની ખરીદી બંધ કરી દીધી છે. આ ઉપરાંત વિશ્વના કેટલાક અન્ય દેશો પણ અત્યારે સોનું નથી ખરીદી રહ્યા. જેના કારણે સોનાના ભાવમાં વધુ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments