Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: ફેસલેસ ITએસેસમેન્ટ વધુ અસરકારક બનાવવા સમીક્ષા હાથ ધરાઈ

Business: ફેસલેસ ITએસેસમેન્ટ વધુ અસરકારક બનાવવા સમીક્ષા હાથ ધરાઈ


  • ફેસલેસ સ્કીમ કે વ્યક્તિગત સમાધાન, પસંદગી કરદાતાઓની
  • ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લઈને જાહેરાત કરાશે
  • સમીક્ષાના ભાગરૂપે હાઈબ્રિડ ફોર્મ્યુલાની તપાસ કરવામાં આવી રહી છે

ફેશલેસ ઈન્કમ ટેક્સ એસેસમેન્ટ સ્કીમને વધુ અસરકારક બનાવી શકાય છે, તેવા સૂચનો બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

જેથી તેને વધુ પ્રમાણમાં કરદાતા ફ્રેન્ડલી બનાવી શકાય. સમીક્ષાના ભાગરૂપે હાઈબ્રિડ ફોર્મ્યુલાની તપાસ કરવામાં આવી રહી છે જે કરદાતાઓને ફેશલેસ સ્કીમ અથવા વ્યક્તિગત રીતે સમાધાનની પસંદગી કરવાની મંજૂરી આપશે. એટલે કે, ફેશલેસ સ્કીમને વૈકલ્પિક બનાવવા અંગેની વિચારણા હાલ જારી છે. જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરાશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમીક્ષા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે, કેમ કે, યોજનાનો હેતુ કરદાતાઓ માટે નિયમોને સરળ બનાવવાનો છે અને હાલ તેના અમલ આડે આવતાં પડકારોને દૂર કરવા માટે વિચારણા ચાલી રહી છે, આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે, ફેશલેસ સ્કીમની શરૂઆત 11 એપ્રિલ 2021ના રોજ કરવામાં આવી હતી. જેથી ટેક્સ વિવાદો અને આકારણીમાં માનવ હસ્તક્ષેપને નિવારી શકાય.

ફેસલેસ IT એસેસમેન્ટ એટલે શું?

ફેશલેસ એસેસમેન્ટ એટલે કરદાતાઓનું એવી રીતે મૂલ્યાંકન કરવું કે જે હેઠળ તેઓ આવકવેરા વિભાગની મુલાકાત લેતા ન હોય અને કોઈપણ આવકવેરા અધિકારીના સીધા સંપર્કમાં ન આવે

વ્યક્તિગત સ્પર્શ

* ફેશલેસ સુધારા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે

* નાણાંકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં આવકવેરા વિભાગે 4,58,000 આકારણીઓ પૂર્ણ કરી

* પરસ્પર સંવાદ દ્વારા માહિતીની આપ-લે વધુ અસરકારક બનશે

* ફેશલેસ આઈટી આકારણીના વધુ હાયબ્રિડ સ્વરૂપ માટે દબાણ .Source link

- Advertisment -

Most Popular

Recent Comments