Friday, July 19, 2024
Homeધર્મ ભારતનાં ધર્મસ્થાનોની અનોખી કહાણી, ક્યાંક બુલેટ તો ક્યાંક થાય છે શ્વાનની પૂજા

 ભારતનાં ધર્મસ્થાનોની અનોખી કહાણી, ક્યાંક બુલેટ તો ક્યાંક થાય છે શ્વાનની પૂજા


  • આજે જાણો ભારતના અનોખાં મંદિરો વિશે, જેના વિશે જાણીને તમને 100 ટકા નવાઈ લાગશે, ક્યાંક શ્વાનની પૂજા થાય છે, તો ક્યાંક બુલેટ પૂજાય છે, તો ક્યાંક દારૂ ચઢાવાય છે

આપણો દેશ વિવિધતાઓનો દેશ છે. અહીં દરેક જગ્યાએ અલગ ભાષા બોલનારા, અલગ ધર્મને માનનારા, અલગ પહેરવેશ અને અલગ ખાણીપીણી વાળા લોકો જોવા મળે છે. દરેક વ્યક્તિને ખુલીને જીવવાનો અને પોતાની આસ્થા માનવાનો સંપૂર્ણ હક છે. અહીંની દરેક ગલીમાં એક અલગ કહાણી હોય છે. આજે જાણો ભારતના અનોખા મંદિરો વિશે, જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. જો મન થાય તો ક્યારેક અહીં એક રાઉન્ડ પણ લગાવતા આવજો.

 એક મંદિરમાં થાય છે ઉંદરોની પૂજા

રાજસ્થાનના બીકાનેરમાં કરણી માતાનું મંદિર છે. આ મંદિરને ઉંદરોનું મંદિર પણ કહેવાય છે. આ મંદિરમાં 25000 ઉંદરો છે. લોકો દૂર દૂરથી ઉંદરની પૂજા કરવા આવે છે. તેમને ભગવાન માનીને ભોગ પણ લગાવાય છે. જે શ્રદ્ધાળુનો પ્રસાદ ઉંદર ખાઈ લે છે તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. દિલચશ્પ વાત એ છે કે જો કોઈ ઉંદરનું મૃત્યુ થાય તો તેની ચાંદીની મૂર્તિ પણ બનાવવામાં આવે છે.

ક્યાંક ચઢે છે એરોપ્લેન, તો ક્યાંક બુલેટની પૂજા, જાણો ભારતના અનોખા મંદિરો વિશે Hum dekhenge news

મધ્યપ્રદેશમાં છે કાલ ભૈરવ મંદિર

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું કાલ ભૈરવનું મંદિર ઘણું પ્રખ્યાત છે. કાલ ભૈરવ એટલે શહેરના રક્ષક. અહીં આવનારા શ્રદ્ધાળુઓ ભગવાન કાલ ભૈરવને પ્રસાદમાં દારૂ ચઢાવે છે. મંદિરની બહાર તમને લાઈનમાં દુકાનો જોવા મળશે. અહીં પ્રસાદના ફૂલ અને દારૂનું વેચાણ થાય છે. અહીં સરકારે પણ અનેક દારૂની દુકાનો ખોલી છે. અહીં દેશી અને વિદેશી બંને પ્રકારના દારૂ મળે છે.

ક્યાંક ચઢે છે એરોપ્લેન, તો ક્યાંક બુલેટની પૂજા, જાણો ભારતના અનોખા મંદિરો વિશે Hum dekhenge news

બુલેટ બાબાનું મંદિર છે અનોખું

રાજસ્થાનના જોધપુરમાં બુલેટ બાબાનું મંદિર છે. અહીં એક બુલેટની પૂજા થાય છે. જોકે તેની પાછળની વાત દિલચશ્પ છે. આજથી અનેક વર્ષો પહેલા અહીં રહેતા ઓમ બન્ના પોતાનું બુલેટ લઈને જઈ રહ્યા હતા અને રસ્તામાં તેઓ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. પોલીસ તેમનું બુલેટ ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ આવી તો બુલેટ રાતે એક્સિડન્ટ વાળી જગ્યાએ પહોંચી ગયું. એવું વારંવાર થયું. આ ચમત્કાર જોયા બાદ લોકોએ ત્યાં મંદિર બનાવી દીધું અને તેને બુલેટ બાબાનું મંદિર નામ આપી દીધું. આ મંદિર બન્ના ઘામના નામે પણ પ્રસિદ્ધ છે.

ક્યાંક ચઢે છે એરોપ્લેન, તો ક્યાંક બુલેટની પૂજા, જાણો ભારતના અનોખા મંદિરો વિશે Hum dekhenge news

આ ગુરુદ્વારામાં ચઢે છે એરોપ્લેન

પંજાબના જલંધરમાં એક અનોખું ગુરુદ્વારા છે. તેને એરોપ્લેન ગુરુદ્વારા પણ કહેવાય છે. એવી માન્યતા છે કે આજથી અનેક વર્ષો પહેલાં કેટલાક છોકરાઓ વિદેશ જવા માટે વિઝાની રાહ જોતા હતા, ત્યારે તેમણે ગુરુદ્વારામાં પ્લાસ્ટિકનું પ્લેન ચઢાવ્યું. થોડા દિવસોમાં તેમની મનોકામના પૂર્ણ થઈ. બસ ત્યારથી જે વ્યક્તિ વિદેશ જવા ઈચ્છતું હોય તે ગુરુદ્વારામાં જઈને એક રમકડાનું પ્લેન ચઢાવે છે. અહીં ઘણા બધા પ્લેન જમા થાય ત્યારે તેને અનાથ બાળકોમાં વહેંચી દેવામાં આવે છે.

ક્યાંક ચઢે છે એરોપ્લેન, તો ક્યાંક બુલેટની પૂજા, જાણો ભારતના અનોખા મંદિરો વિશે Hum dekhenge news

એક મંદિરમાં થાય છે શ્વાનની પૂજા

કર્ણાટકમાં એક અનોખું મંદિર છે, જ્યાં શ્વાનની પૂજા કરવામાં આવે છે. આ મંદિરનું નામ ચન્નપટના ડોગ ટેમ્પલ છે. આ મંદિરનું નિર્માણ એક મોટા બિઝનેસમેને કરાવ્યું હતું. એવું કહેવાય છે કે તેમના સપનામાં દેવી આવી હતી અને તેમણે એક એવું મંદિર બનાવવાના આદેશ આપ્યા જ્યાં શ્વાનની પૂજા કરવામાં આવે. અહીંના લોકોનું માનવું છે કે આ મંદિરના કારણે આખા ગામમાં સુખ શાંતિનો માહોલ રહે છે અને આ મંદિર તેમની સુરક્ષા કરે છે.

આ પણ વાંચોઃ ગ્વાલિયર ફરવા જાવ તો આ જગ્યાઓની ખાસ લેજો મુલાકાત

Source link

- Advertisment -

Most Popular

Recent Comments