Tuesday, July 23, 2024
HomeGUJARATSavli: સાવલીમાં સવારે ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ ઉપરાંત વરસાદ

Savli: સાવલીમાં સવારે ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ ઉપરાંત વરસાદ


  • નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીઓમાં પાણી ભરાયા
  • પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ
  • સાવલી નગરમાં એક ઈંચ વરસાદના પગલે નગરમાં પાણી ભરાયા.

સાવલી તાલુકામાં અપેક્ષા પ્રમાણે વહેલી સવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. કુલ 28 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારે બફરો અને ગરમી બાદ આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.

વરસાદના પગલે સાવલી નગર પાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. સાવલી નગરનાં મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા હતા. સાવલી નગરમાં શિવમ પાર્ક, જશોદા નગર, જેવી અનેક સોસાયટીમાં ઘૂંટણ સુધીનાં પાણી ભરાતા રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. પ્રી-મોન્સુનની કામગીરીનાં લીધે ઠેર ઠેર ગટરનાં ખાડા તેમજ પાઇપ લાઈનનાં ખાડામાં પાણી ભરાયા હતા. ચોમસાની શરૂઆતમાં જ સાવલી નગર પાણી પાણીથી ગયું હતું. તો ચોમાસાની સીઝન જામશે ત્યારે કેવી સ્થિતિ થશે ? તેવા વેધક સવાલો નગરજનો કરી રહ્યા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments