Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: રિયલ્ટી ક્ષેત્ર FPIની પ્રથમ રોકાણ પસંદગી ઓઈલ-ગેસ, બાંધકામ, ITમાં ભારે આઉટફ્લો

Business: રિયલ્ટી ક્ષેત્ર FPIની પ્રથમ રોકાણ પસંદગી ઓઈલ-ગેસ, બાંધકામ, ITમાં ભારે આઉટફ્લો


  • જૂનના પ્રથમ પંદર દિવસ માટેના આંકડા જાહેર કરાયા
  • રૂ.9,455 કરોડની ખરીદી સામે રૂ.12,519 કરોડની જંગી વેચવાલી
  • 12 સેક્ટરમાં રૂ.9,455 કરોડની કિંમતના શેરો ખરીદવામાં આવ્યા હતા

  એક જૂનથી 15 જૂનના પખવાડિયામાં 11 સેક્ટર્સમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) રૂ.12,519 કરોડની વેચવાલીનો સૂર જોવા મળ્યો હતો. તેમજ 12 સેક્ટરમાં રૂ.9,455 કરોડની કિંમતના શેરો ખરીદવામાં આવ્યા હતા.

નેશનલ સિક્યુરિટિઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના અહેવાલમાં આ અંગેનો ડેટા દર્શાવવામાં આવ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા જૂનના પ્રથમ પંદર દિવસમાં ખરીદી કરતાં ઊંચી વેચવાલી કરવામાં આવી હતી. એફપીઆઈ દ્વારા ઓઈલ એન્ડ ગેસ, બાંધકામ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોના શેરોની ભારે વેચવાલી કરવામાં આવી હતી. જ્યારે શેર ખરીદી મામલે રિયલ્ટિ સેક્ટર ટોપ રહ્યું હતું.

મે મહિનામાં સેક્ટરમાં રૂ.5,554 કરોડની કિંમતના શેરોના વેચાણ બાદ જૂનના પ્રથમ પંદર દિવસમાં એફપીઆઈ દ્વારા ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રમાં રૂ.3,683 કરોડની કિંમતના સ્ટોક્સની ભારે વેચવાલી કરવામાં આવી હતી. વર્ષ 2023માં આ સેક્ટરે રૂ.22,000 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં રૂ.2,660 કરોડની કિંમતના શેરો વેચવામાં આવ્યા હતા. જ્યારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને મેટલ્સ તથા માઈનિંગ પણ અનુક્રમે રૂ.2,559 કરોડ તેમજ રૂ.1,861 કરોડના આઉટફ્લોના સાક્ષી બન્યા હતા. મે માસમાં વિદેશી રોકાણકારો દ્વારા કન્સ્ટ્રક્શન, આઈટી અને મેટલ્સ સેક્ટરમાં અનુક્રમે રૂ.2,686 કરોડ, રૂ.5,802 કરોડ અને રૂ.953 કરોડની કિંમતના સ્ટોક્સની વેચવાલી કરાઈ હતી. બીજી તરફ જૂનના પ્રથમ પંદર દિવસમાં કેપિટલ ગૂડ્સ સેક્ટરમાં વિદેશી રોકાણકારો દ્વારા રૂ.137 કરોડનું પ્રોફિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. મે માસમાં એફપીઆઈ દ્વારા આ ક્ષેત્રમાં 6,000 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ગત વર્ષે આ સેક્ટરમાં રૂ.43,936 કરોડનો મજબૂત ઈનફ્લો પ્રાપ્ત થયો હતો. પહેલીથી પંદર જૂનના સમયગાળામાં વિદેશી રોકાણકારો દ્વારા રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ રૂ.1,815 કરોડના શેરોની ખરીદી કરી હતી. મે માસમાં આ ક્ષેત્ર રૂ.1,347 કરોડની શેર ખરીદીનું સાક્ષી બન્યું હતું.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments