Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: સરકાર દેશમાં કન્ટેનરના ઉત્પાદન માટે પ્રોત્સાહક યોજના જાહેર કરે

Business: સરકાર દેશમાં કન્ટેનરના ઉત્પાદન માટે પ્રોત્સાહક યોજના જાહેર કરે


  • યોજનાના અમલથી આયાત – નિકાસ કરતાં ઉદ્યોગોને રાહત થશે
  • કન્ટેનરના ઉત્પાદનમાં PLI સ્કીમથી વિદેશી મૂડીરોકાણ પણ આવશે
  • દરિયાઇ માર્ગે થતી આયાત નિકાસ માટે કન્ટેનરો મહત્વની ભૂમિકા ભજવે છે

રાતા સમુદ્રની કટોકટી બાદ છેલ્લા આઠ મહિનાથી દેશના આયાત – નિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોની મુશ્કેલી વધી છે, ત્યારે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં કંટેનર ઉત્પાદન માટે પ્રોત્સાહક યોજના જાહેર કરે તેવી માગણી ઉદ્યોગોએ કરી છે.

દરિયાઇ માર્ગે આયાત – નિકાસ કરતાં ઉદ્યોગો કન્ટેનરો મેળવવા માટે હાલમાં પડતી મુશ્કેલીઓથી ભારે આર્થિક સમસ્યાઓનો સામનો કરે છે. આ સંજોગોમાં દેશના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ ક્ષેત્ર માટે જે રીતે પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ જાહેર કરી છે તેવી જ સ્કીમ કંટેનર ઉત્પાદન ક્ષેત્ર માટે કરવી જોઇએ.

હાલમાં દરિયાઇ માર્ગે થતી આયાત નિકાસ માટે કન્ટેનરો મહત્વની ભૂમિકા ભજવે છે. કંટેનરોના ઉત્પાદનમાં ચીનની મોનોપોલી છે, ત્યારે સરકારે આ ક્ષેત્રે પીએલઆઇ સ્કીમ જાહેર કરે તો વિદેશી મૂડી રોકાણ પણ ભારતમાં આવે. જેથી સ્થાનિક ઉદ્યોગોને પણ રાહત થાય. આ ઉપરાંત સ્થાનિક રોજગારી પણ વધે.ભારતમાં કન્ટેનરનું વોલ્યમ નાણાંકીય વર્ષ 2024-25માં 8 ટકા વધીને 342 મિલિયન ટન થશે. કેર એજ રેટિંગ્સના અહેવાલ મુજબ કંટેનરના ઉપયોગમાં વૃધ્ધિ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના જવાહરલાલ નહેરુ પોર્ટ સાથેના જોડાણથી જોવા મળશે. નાણાંકીય વર્ષ 2025-26માં જેએનપીટી સાથે ડીએફસીનું જોડાણ થશે. આ ઉપરાંત વિવિધ બંદરની કન્ટેનર વહન કરવાની ક્ષમતામાં થનારા વધારાથી પણ વૃધ્ધિ જોવા મળશે. કોસ્ટલ કારગોનું પ્રમાણ જે નાણાંકીય વર્ષ 2022-23માં 34 ટકા હતું તે વર્ષ 2025-26માં વધીને 42 ટકા થનાર હોવાથી પણ તેની પણ અસર જોવા મળશે.

ભારતીય બંદરો પર હાલ કાર્ગો જે જોવા મળે છે, તેમાં પેટ્રોલિયમ, ઓઇલ અને લ્યુબ્રિકાન્ટ (POL),કોલસો અને કન્ટેનર આધારીત છે. છેલ્લા ત્રણ વર્ષ 2021-22થી વર્ષ 2023-24માં સીએજીઆર 4 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. બીજી તરફ કોલસા અને કંટેનરના વોલ્યુમમાં અનુક્રમે 13 ટકા અને 9 ટકાની ગણનાપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.

કેન્દ્ર સરકાર પાસે ઉદ્યોગોના પ્રશ્નો ઝડપથી હલ કરવાની માગણી

રાતા સમુદ્રની કટોકટી બાદ કંટેનર મેળવવા માટે ભારતીય ઉદ્યોગોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે વેપાર જગતમાંથી એવો પણ સૂર ઉઠયો છેકે, વૈશ્વિક સ્તરે કંટેનર સહિતના પ્રશ્નો માટે નિયમનકારી યંત્રણા હોવી જરૂરી છે.કેન્દ્ર સરકારે પણ ઉદ્યોગોના કંટેનર સબંધિત પ્રશ્નો ઝડપથી હલ કરવા જરૂરી છે.

નિકાસકારોને રિઝર્વ બેંકને જાણ કરવી પડે છે । રાતા સમુદ્રની કટોકટીના પગલે નિકાસકારો તેમનો માલ સમયસર પહોંચાડી શકતા નથી.જેના પગલે આયાતકાર પાસેથી નિકાસકારને નાણાં મળ્યા છે તે અંગેનું ઇલેક્ટ્રોનિકસ બેંક રિયલાઇઝેશન સર્ટિફિકેટ આપવું પડે છે, તે અંગે નિકાસકારને રિઝર્વ બેંકને જાણ કરવી પડે છેકે, તેમનો માલ હજી પહોંચ્યો જ નથી. જ્યારે માલ પહોંચે ત્યારે ઇ-બીઆરસી સબંધિત બેંક ઇસ્યુ કરે છે. શિપિંગ બીલ સામે નાણાં નિકાસકારને મળતાં જ નિકાસકાર બેંકને જાણ કરે છેકે, એક્સપોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં એન્ટ્રી કરી ઇ-બીઆરસી આપે. ફોરેન ટ્રેડ પોલીસી હેઠળ લાભ મેળવનાર નિકાસકારને બીઆરસી પુરાવો આપવો જરૂરી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments