Monday, July 15, 2024
Homeધર્મમે, 2025થી આ રાશિઓ પર પડશે રાહુ-કેતુની શુભ દ્રષ્ટિ, સપનાં થશે પૂરા

મે, 2025થી આ રાશિઓ પર પડશે રાહુ-કેતુની શુભ દ્રષ્ટિ, સપનાં થશે પૂરા


  • 2025માં છાયા ગ્રહ રાહુ અને કેતુના ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં મહત્ત્વનાં પરિવર્તનો આવે તેવી શક્યતા છે. જાણો રાહુ-કેતુની શુભ દ્રષ્ટિ કોને આપશે સકારાત્મક પરિણામો?

જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે અને તેને અશુભ માનવામાં આવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે બંને ગ્રહ માનવ જીવન પર નકારાત્મક અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુ અને રાહુ વ્યક્તિની કુંડળીમાં પોતાની અલગ અલગ સ્થિતિના આધારે પરિણામ આપે છે. 2025માં છાયા ગ્રહ રાહુ અને કેતુના ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં મહત્ત્વનાં પરિવર્તનો આવે તેવી શક્યતા છે. જાણો ક્યારે થશે રાહુ-કેતુ ગોચર અને રાહુ-કેતુની શુભ દ્રષ્ટિ કોને આપશે સકારાત્મક પરિણામો?

રાહુ-કેતુનું ગોચર ક્યારે થશે?

વર્તમાનમાં રાહુ અને કેતુ મીન અને કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે. રાહુ-કેતુ હંમેશા વક્રી ચાલ ચાલે છે. આગામી 18 મે 2025 સુધી તે આ રાશિઓમાં જ રહેશે. ત્યારબાદ 18 મે 2025ની સાંજે 4.30 વાગ્યે રાહુ શનિની રાશિ કુંભમાં જ્યારે કેતુ સિંહમાં પ્રવેશ કરશે.

રાહુ-કેતુની આ રાશિ પર પડશે શુભ અસર

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર લાભકારી સિદ્ધ થશે. કુંભ રાશિના સ્વામી શનિ છે. શનિ અને રાહુની વચ્ચે મિત્રતાનો ભાવ છે. શનિ અને રાહુ મળીને કુંભ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. મે, 2025થી આવનારા અઢી વર્ષ સુધીનો સમય આ રાશિઓ માટે વરદાન સમાન રહેશે. આ સમયગાળામાં ભૂમિ, ભવન કે વાહનની ખરીદી શક્ય છે. કરિયરમાં પણ અનેક ઉપલબ્ધિઓ મળવાની શક્યતાઓ છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન શુભ રહેશે. સિંહ રાશિના લોકો માટે મે, 2025થી આવનારા અઢી વર્ષ લાભકારી રહેશે. રાહુ-કેતુના પ્રભાવથી તમને કરિયરમાં ફાયદો થશે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થશે અને પ્રમોશન પણ મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. કોર્ટ-કચેરીની બાબતમાં વિજય મળશે. સંબંધો સુધરશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે રાહુ-કેતુ ગોચરનું પોઝિટિવ રિઝલ્ટ લાવશે. 2025 મેથી ગોલ્ડન પિરિયડ શરૂ થઈ શકે છે. રાહુ-કેતુ મળીને વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. આર્થિક રીતે તમારી ઉન્નતિ થશે. ધનનું આગમન થશે અને તમે પૈસાની બચત કરવામાં પણ સફળ રહેશો. આ ગોચર તમારા માટે કોઈ વરદાનથી ઓછું નહીં હોય.

આ પણ વાંચોઃ 2025માં આ બે રાશિઓ આવશે શનિની ઢૈય્યાની ઝપટમાં, કોણ થશે મુક્ત?

Source link

- Advertisment -

Most Popular

Recent Comments