Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: અગ્રણી ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણીનું રૂપિયા 9.26 કરોડનું પેકેજ સૌથી ઓછું

Business: અગ્રણી ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણીનું રૂપિયા 9.26 કરોડનું પેકેજ સૌથી ઓછું


  • ગૌતમ અદાણી, અદાણી જૂથની દસ કંપનીઓ પૈકી માત્ર બે કંપની માટે જ પગાર લે છે
  • 2023-24માં એઈએલ માટે કુલ રૂ.2.46 કરોડ, અદાણી પોર્ટ માટે રૂ.6.8 કરોડ પગાર ચૂકવાયો
  • 61 વર્ષીય અદાણી બંદરોથી માંડી એનર્જી સુધીના ક્ષેત્રમાં દસ કંપનીઓની શૃંખલા ધરાવે છે

જાણીને નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે કે, ભારતના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને નાણાંકીય વર્ષ 2023-24 માટે રૂ.9.26 કરોડનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું હતું,

જે તેમના મુખ્ય ઔદ્યોગિક સમકક્ષો અને પોતાના જ એક્ઝિક્યુટિવ્સ કરતાં ઓછું છે. 61 વર્ષીય અદાણી બંદરોથી માંડી એનર્જી સુધીના ક્ષેત્રમાં દસ કંપનીઓની શૃંખલા ધરાવે છે પણ તેઓ આ દસ કંપનીઓ પૈકી માત્ર બે કંપની માટે જ પગાર લે છે, અદાણી જૂથની દસ લિસ્ટેડ કંપનીઓના વાર્ષિક અહેવાલમાં આ વાત જણાવવામાં આવી હતી.

ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઈઝ (એઈએલ) તરફથી ગૌતમ અદાણીને ચૂકવાયેલા મહેનતાણામાં રૂ.2.19 કરોડનો પગાર, સવલતો, ભથ્થાં અને રૂ.27 લાખના અન્ય લાભોનો સમાવેશ થાય છે. કુલ રૂ.2.46 કરોડનું મહેનતાણું ગત નાણાંકીય વર્ષ 2023-24 કરતાં ત્રણ ટકા વધુ છે, એમ એઈએલના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત ગૌતમ અદાણીને અદાણી પોર્ટસ તરફથી રૂ.6.8 કરોડનું મહેનતાણું ચૂકવાયું હતું. ગૌતમ અદાણીને મળેલું મહેનતાણું ભારતની તમામ પારિવારિક માલિકીની કંપનીઓના સમૂહ કરતાં ઓછો છે.

ભારતની સૌથી ધનાઢય વ્યક્તિ મુકેશ અંબાણી કોવિડ-19 બાદથી પોતાનો પગાર છોડી રહી છે. મુકેશ અંબાણીનો પગાર કોરોના પહેલાના સમયમાં રૂ.15 કરોડ હતો. પણ ગૌતમ અદાણીનું મહેનાણું ટેલિકોમ અગ્રણી સુનિલ મિત્તલ ભારતી, રાજીવ બજાજ, પવન મુંજાલ, એલ એન્ડ ટીના ચેરમેન એસ.એન. સુબ્રહ્મણ્યન તથા ઈન્ફોસિસના સીઈઓ સલિલ એસ. પારેખ કરતાં ઓછું છે. સુનિલ મિત્તલને નાણાંકીય વર્ષ 2022-23 માટે રૂ.16.7 કરોડ, રાજીવ બજાજને રૂ.53.7 કરોડ, પવન મુંજાલને રૂ.80 કરોડનું મહેનાતાણું ચૂકવવામાં આવ્યું હતું.

ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણીને એઈએલ તરફથી રૂ.8.37 કરોડ, તેમના ભત્રીજા પ્રણવને રૂ.6.46 કરોડનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું હતું, એમ વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીને અદાણી પોર્ટસ એન્ડ સેઝ (એપીએસઈઝેડ) તરફથી રૂ.3.9 કરોડનો પગાર મળ્યો હતો. એઈએલના એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર વિનય પ્રકાશને રૂ.89.37 કરોડનું મહેનતાણું જ્યારે જૂથના સીએફઓ જુગેશિન્દર સિંહને પગાર પેટે રૂ.9.45 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments