Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: સેન્સેક્સ નિફ્ટી નજીવા વધી ઇન્ટ્રા ડે હાઇ સપાટીથી નજીક બંધ

Business: સેન્સેક્સ નિફ્ટી નજીવા વધી ઇન્ટ્રા ડે હાઇ સપાટીથી નજીક બંધ


  • નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે નીચામાં ખૂલ્યા પછી દિવસના અંતે સૂચકાંકો વધીને બંધ રહ્યા
  • મીડિયા ઇન્ડેક્સ 1.8 ટકા ઘટયો, ઓટો ઇન્ડેક્સમાં 0.9 ટકાનો વધારો
  • વોલેટાલિટી ઇન્ડેક્સ 6.65 ટકા વધીને 14.06ના સ્તરે બંધ રહ્યો

નબળા વૈશ્વિક સંકેતો અને ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડ દ્રારા ફ્રંન્ટ રનિંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યું તેને પગલે ભારતીય શેરબજારના સુચકાંકો આજે નીચમાં ખુલ્યા હતા.

જોકે તે સેશનના પૂર્વાર્ધમાં લેવાલીને પગલે આ સુચકાંકો પ્રારંભિક ઘટાડાને સરભર કરીને દિવસને અંતે વધીને બંધ રહ્યા હતા. આજના સેશનમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર અને એફએમસીજી ક્ષેત્રના કેટલાક શેરોમાં તેજી જોવા મળતાં નિફ્ટી 23,500ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો

પ્રારંભે 324 પોઇન્ટ નીચમાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 77,423ની હાઇ અને 76,745ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 678 પોઇન્ટની વધઘટ પછી આ સુચકાંક દિવસને અંતે 131 પોઇન્ટ એટલે કે 0.17 ટકા વધીને 77,341ની સપાટીએ બંધ રહ્યો હતો. પ્રારંભે નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં સતત વધારાતરફી ચાલ જોવા મળી હતી અને લગભગ અગિયાર વાગ્યા પછી તે પાછલા બંધથી ઉપર આવી ગયો હતો. બીજી તરફ, પ્રારંભે 119 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં 23,558ની હાઇ અને 23,350ની લો સપાટી બનાવી હતી. કુલ 208 પોઇન્ટની વધઘટ પછી આ સુચકાંક દિવસને અંતે 37 પોઇન્ટ એટલે કે 0.16 ટકા વધીને 23,538ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ દિવસને અંતે સેન્સેક્સ અને નિફ્ટી તેમની ઇન્ટ્રા ડે હાઇ સપાટીથી નજીક બંધ રહ્યા હતા.બ્રોડર માર્કેટની વાત કરીએ તો બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ દિવસને અંતે 170 પોઇન્ટ એટલે કે 0.37 ટકા વધીને 46,137ની સપાટીએ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 141 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 52,077ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના ટોપ ગેઇનર્સમાં એમ એન્ડ એમ, પાવર ગ્રીડ, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા, અલ્ટ્રા ટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી, એનટીપીસી અને ભારતી એરટેલ સમાવિષ્ટ છે. આ શેરોમાં ત્રણ ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ટોપ લુઝર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાયનાન્સ, એક્સિસ બેંક અને એસબીઆઇ સમાવિષ્ટ છે. આ શેરોમાં 2.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સેકટોરલ ઇન્ડાઇસિસમાં નિફ્ટી મિડિયા ઇન્ડેક્સ 1.8 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે મેટલ ઇન્ડેક્સ અને પીએસયુ બેંક ઇન્ડેક્સ બન્નેમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.9 ટકા વધીને બંધ રહ્યો હતો. દરમિયાન આજે ફિયર ગેજ ઇન્ડેક્સ તરીકે ઓળખાતો ઇન્ડિયા વીઆઇએક્સ 6.65 ટકા વધીને 14.06ના સ્તરે બંધ રહ્યો હતો.

FII અને DII બન્નેની નેટ વેચવાલી

આજે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 653 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ પણ રૂ. 820 કરોડની નેટ વેચવાલી કરી હતી. આ સાથે જુન મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 3,237 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો ઘટીને રૂ. 20,627 કરોડ થાય છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments