Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: સમયસર, પૂરતી અને ઓછા વ્યાજે લોન આપવા MSMEમાટે અલગથી બેંક સ્થપાશે

Business: સમયસર, પૂરતી અને ઓછા વ્યાજે લોન આપવા MSMEમાટે અલગથી બેંક સ્થપાશે


  • ધીરાણ લેવામાં નડતી મર્યાદાઓ MSMEને બિગ એન્ટરપ્રાઈઝ બનતા અટકાવે છે
  • લોન આસાનીથી ઉપલબ્ધ થવાથી આ ક્ષેત્રે રોજગારીની તકો પણ વધશે
  • વર્તમાનમાં સિડબી મોટાભાગે એમએસએમઈને ધિરાણ આપતી બેંકોને પુનઃધિરાણ પૂરૂં પાડે છે

પૂરતા પ્રમાણમાં, સમયસર અને ઓછા વ્યાજે ફાયનાન્સ બિગ એન્ટરપ્રાઈઝ બનવા આડે મુખ્ય અડચણ હોવાથી માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ)ને સીધા ધિરાણ માટે સરકારે ટૂંક સમયમાં અલગથી બેંક સ્થાપવાના પ્રસ્તાવ પર વિચારણા હાથ ધરી છે.

આ પગલાંથી ઓછા સ્પાર્ધાત્મક એવા આ ક્ષેત્રમાં ક્રેડિટ ફ્લોને વ્યાપક બનાવવામાં મદદ મળશે, સાથે આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે અને આ સેક્ટરમાં રોજગારીની તકોને પણ વધારી શકાશે. ઈવાયનો રિપોર્ટ મુજબ ભારતમાં એમએસએમઈ ક્રેડિટ પેનેટ્રેશન (ચૂકવણી પહેલાં ખરીદદારને માલ અથવા સેવાઓ પ્રાપ્ત કરવાની પરવાનગી આપવાની પ્રથા)નો રેશિયો અમેરિકાના 50 ટકા અને ચીનના 37 ટકાની સરખામણીએ માત્ર 14 ટકા જ છે. ભારતમાં એમએસએમઈ સેક્ટર માટે રૂ. 25 લાખ કરોડનું ક્રેડિટ અંતર છે.

અંતર ઘટાડવા માટે

ડિસેમ્બર 2023ના અંતે બેંકો દ્વારા એમએસએમઈને આપવામાં આવી લોનમાંથી બાકી લેણા રૂ.26 લાખ કરોડ

ભારતમાં એમએસએમઈ સેક્ટર માટે લોનની જરૂરિયાત અને ઉપલબ્ધ લોન વચ્ચેનો તફાવત આશરે રૂ. 25 લાખ કરોડ છે

ભારતમાં એમએસએમઈ ક્રેડિટ પેનેટ્રેશનનો રેશિયો અમેરિકાના 50 ટકા અને ચીનના 37 ટકાની સરખામણીએ માત્ર 14 ટકા જ છે

વર્તમાનમાં સિડબી મોટાભાગે એમએસએમઈને ધિરાણ આપતી બેંકોને પુનઃધિરાણ પૂરૂં પાડે છે, જેથી એમએસએમઈ માટે ફાઈનાન્સની પડતર ઓછી થઈ જાય છે

પૂરતા પ્રમાણમાં, સમયસર અને ઓછા વ્યાજે ફાયનાન્સએ એમએસએમઈને બિગ એન્ટરપ્રાઈઝ બનવા આડેની મુખ્ય અડચણ છે

ભારતમાં કૃષિ બાદ 11 કરોડ લોકોને એમએસએમઈ રોજગાર પૂરૂં પાડતું બીજા નંબરનું સેક્ટર છેSource link

- Advertisment -

Most Popular

Recent Comments