Thursday, July 25, 2024
HomeBUSINESSWheat Stock Limit: ઘઉંની સંગ્રહખોરી કરવી પડશે મોંઘી, સરકારે લગાવી સ્ટોક લિમિટ

Wheat Stock Limit: ઘઉંની સંગ્રહખોરી કરવી પડશે મોંઘી, સરકારે લગાવી સ્ટોક લિમિટ


  • દેશમાં ઘઉંની કોઈ અછત નથી
  • આ વર્ષે સરકારે 262 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે
  • ઘઉંના બેકાબૂ ભાવ કાબૂ કરવા સરકારે વેપારીઓને આપ્યો નિર્દેશ

ઘઉંના વધતા ભાવને લઈ સરકાર હવે સક્રિય થઈ છે. ઘઉંની સંગ્રહખોરી પર રોક મૂકવાના હેતુથી સરકારે સોમવારે આને સ્ટોક લિમિટ નક્કી કરી છે. સરકારે આ લિમિટ છૂટક વેચાણ કરતા વેપારીઓ અને જથ્થાબંધ વેપારી તેમજ પ્રોસેસર માટે ઘઉં સ્ટોકની મર્યાદા મૂકી છે. કિંમતોમાં સ્થિરતા અને સંગ્રહખોરી રોકવાનું આ પગલું લીધું છે. કેન્દ્રીય ખાદ્ય સચિવે સોમવારે જણાવ્યું કે સિંગલ છૂટક વેચાણ કરનાર અને મોટી ચેઈનના છૂટક વેચાણ કરનારે દર શુક્રવારે પોતાની પાસે સંગ્રહ કરેલા ઘઉંના સ્ટોકનો ખુલાસો કરશે.

 ઘઉંના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી

મળતી માહિતી અનુસાર, દેશમાં ધઉંની કોઈ અછત નથી. સરકારી સચિવે જણાવ્યું કે હમણાં ઘઉંના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. તેમજ ખાંડના નિકાસ પર પણ કોઈ પ્રતિબંધની સમીક્ષા કરવાનો કોઈ ઠરાવ નથી. તેમને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઘઉંના ભાવ સ્થિર રહે. આગળ સરકારી અધિકારીએ જણાવ્યું કે જથ્થાબંધ વેચાણકરનાર માટે સ્ટોક મર્યા ત્રણ હજાર ટન હશે જ્યારે આ પ્રોસેસર માટે 70 ટકા હશે. મોટી ચેઈન ઘરાવતા છૂટક વેચાણ કરનાર માટે આ મર્યાદા 10 ટન પ્રતિ વેચાણ કેન્દ્રની હશે, જેની કુલ સીમા ત્રણ હજાર ટન હશે તેમજ સિંગલ છૂટક વેચાણ કરનાર માટે આ મર્યાદા 10 ટન રહેશે.

ઘઉં સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ઘઉં સહિત જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાના તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે સંગ્રહખોરી ઘટાડવા માટે સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023ના રોજ ઘઉંનો શરૂઆતનો સ્ટોક 82 લાખ ટન હતો, જ્યારે 1 એપ્રિલ, 2024ના રોજ તે 75 લાખ ટન હતો. તેમણે કહ્યું કે ગયા વર્ષે 266 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે સરકારે 262 લાખ ટનની ખરીદી કરી છે અને હજુ પણ ખરીદી ચાલુ છે. તેથી ઘઉંની અછત (પ્રારંભિક સ્ટોકમાં) માત્ર ત્રણ લાખ ટન છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments