Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: સીમિત કારોબારી સપ્તાહમાં માર્કેટમાં બે તરફી ચાલ જોવા મળી

Business: સીમિત કારોબારી સપ્તાહમાં માર્કેટમાં બે તરફી ચાલ જોવા મળી


  • બુધવારે નવો રેકોર્ડ બનાવ્યા બાદ નિફ્ટી 0.2 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
  • 23,660 જેની આસપાસ નિફ્ટીએ આ સપ્તાહે ડબલ ટોપ બનાવેલ, જે તાત્કાલિક અવરોધ છે,
  • 51,957 બુધવારે બનેલી ટોચ ફેબ્રુઆરીથી બનેલી ટોચની સંલગ્ન વધતી ટ્રેન્ડલાઈન સાથે સુસંગત છે

માર્કેટમાં સીમિત કારોબારી સપ્તાહમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. મંગળવારે સપ્તાહની શરૂઆત 0.4 ટકાના વધારા સાથે થઈ હતી. બુધવારે નવો રેકોર્ડ બનાવ્યા બાદ નિફ્ટી 0.2 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.જેણે ગુરૂવારે આ નુકસાનની ભરપાઈ કરી હતી પણ શુક્રવારે ઘટાડા સાથે બંધ થયો હતો.

આખા સપ્તાહ દરમ્યાન બેન્ચમાર્કે 0.2 ટકાનો વધારો પ્રાપ્ત કર્યો હતો. જેથી સતત ત્રીજા સપ્તાહે વધારાની ચાલ જાળવી રાખી હતી અને રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

નિફ્ટી (સીએમપી : 23,501) : 23,660 જેની આસપાસ નિફ્ટીએ આ સપ્તાહે ડબલ ટોપ બનાવેલ, જે તાત્કાલિક અવરોધ છે, જેમાંથી ક્રોસઓવર નવા સુધારા માટે જરૂરી છે. જો આવું થાય તો 23,900 અને 23,950 આગામી લક્ષ્ય વિસ્તાર હશે. નીચે જવાના માર્ગ પર જાન્યુઆરીથી બનેલી ટોચની નજીકની એક અગાઉની પ્રતિકાર રેખા, 23,350ની આસપાર સપોર્ટ રજૂ કરે છે. જો આ સ્તર તૂટે છે તો 23,206 ગયા અઠવાડિયે બનેલો નીચો ત્યારબાદ 20-ડીએમએ 23,060ની આસપાસ મૂકવામાં આવે છે.

બેંક નિફ્ટી (સીએમપી : 51,661) : 51,957 બુધવારે બનેલી ટોચ ફેબ્રુઆરીથી બનેલી ટોચની સંલગ્ન વધતી ટ્રેન્ડલાઈન સાથે સુસંગત છે અને તેથી તે તાત્કાલિક અવરોધ છે. જેમાંથી ક્રોસઓવર પર 52,700 આગામી લક્ષ્ય હશે. 50,700એ કલાકદીઠ ચાર્ટ પર તાત્કાલિક સપોર્ટ છે. જેનું ઉલ્લંધન કરવા પર 49,900 જે અઠવાડિયા દરમિયાન બનેલું નીચું મથાળું છે, જે આગામી ડાઉનસાઈડ સ્તર હોઈ શકે છે. ઈન્ડેક્સમાં સપ્તાહ દરમ્યાન 3.3 ટકાનો વધારો થયો હતો. જેના પગલે નિફ્ટીને પણ શ્રોષ્ઠ પ્રદર્શન કરવા બળ મળ્યું હતું. જે છેલ્લા છ માસનું સારૂં સાપ્તાહિક પ્રદર્શન હતું.

આરવીએનએલ (સીએમપી : 410) : ત્રીજી જૂનના રોજ 425ની રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ સ્ટોક 312 પર સુધર્યો જ્યાં તેને 34-ડીએમએનો સપોર્ટ મળ્યો હતો. ત્યારથી શેર રિબાઉન્ડ થયો છે. શુક્રવારે તે વોલ્યૂમ સાથે 5.7 ટકા વધ્યો હતો. જે 20 દિવસના સરેરાશ વોલ્યૂમ કરતાં બમણો હતો અને તેના કલાકદીઠ ચાર્ટ પર બ્રેકઆઉટની પુષ્ટિ કરી હતી. 435 અને 445ના લક્ષ્યો માટે વર્તમાન સ્તરે ખરીદો. 391 પર સ્ટોપ-લોસ મૂકવો જોઈએ.

ઉષા માર્ટિન (સીઅમપી : 405) : 13મી જૂનના રોજ 424ની વિક્રમી ઊંચી સપાટી બનાવ્યા પછી સ્ટોક 383 પર સુધર્યો હતો અને ત્યારથી તે રિબાઉન્ડ થયો છે. શુક્રવારે સ્ટોકે કલાકદીઠ ચાર્ટ પર ફ્રેશ બ્રેકઆઉટ નોંધાવ્યો. વર્તમાન સ્તરે 430ના ટાર્ગેટ માટે ખરીદી શકાય. 387નો સ્ટોપ-લોસ જાળવી રાખો.

શેલે (સીએમપી : 835) : 14મી જૂનના રોજ 865ની ટોચ બનાવ્યા પછી, સ્ટોક 797 પર સુધર્યો હતો, જ્યાં તેને તેના 34-ડીએમએ પર સપોર્ટ મળ્યો હતો. ત્યારથી સ્ટોક રિબાઉન્ડ થયો અને શુક્રવારનો ક્રોસઓવર તેના કલાકદીઠ ચાર્ટ પર બ્રેકઆઉટની પુષ્ટિ કરશે. 900 અને 915ના લક્ષ્ય માટે 854.60થી ઉપર ખરીદી કરો. 819 પર સ્ટોપ-લોસ મૂકો.

કેએસબી (સીએમપી : 4,780) : 12મી જૂને 4,865ની ટોચ બનાવ્યા પછી સ્ટોક સ્ટોક 4,591ના સ્તરે સરકી ગયો હતો. જ્યો તેને તેના 34-ડીએમએ પર સપોર્ટ મળ્યો. ત્યારથી સ્ટોક ફરી ઉછળ્યો છે અને શુક્રવારના ઊંચા ક્રોસઓવર તેના કલાકદીઠ ચાર્ટ પર નવા બ્રેકઆઉટની પુષ્ટિ કરશે. 5,000 અને 5,100ના ટાર્ગેટ ખરીદો. 4,670 પર સ્ટોપ લોસ જાળવી રાખો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments