Friday, July 19, 2024
HomeGUJARATAhmedabad :રાજ્યની યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ, આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

Ahmedabad :રાજ્યની યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ, આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ


  • કોમન પ્રવેશના ધાંધિયા જોતા UG સેમ.1નું સત્ર 26મીથી શરૂ થવું મુશ્કેલ !
  • પ્રથમ સત્રમાં 124 દિવસ અને બીજા સત્રમાં 106 દિવસ ફાળવાશે
  • વર્ષ-2024-25ના શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આજે 23મી જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આવતીકાલે તા.24 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. યુજી-પીજીમાં સેમેસ્ટર-1નું શૈક્ષણિક સત્ર તા.26મી જુનથી શરૂ કરવાનું આયોજન કરાયુ છે.

પરંતુ કોમન પ્રવેશ પ્રક્રિયાના ધાંધિયા જોતા યુજી સેમેસ્ટર-1નું સત્ર કેલેન્ડરની નિયત તારીખ મુજબ એટલે કે, 26મી જૂનથી શરૂ થાય તેવી કોઈ જ શક્યતા જણાતી ન હોવાનુ શિક્ષણ નિષ્ણાતો જણાવી રહ્યાં છે. વર્ષ-2024-25માં શિક્ષણકાર્ય માટે પ્રથમ સત્રમાં કુલ 124 દિવસ અને બીજા સત્રમાં 106 દિવસની ફાળવણી કરવામાં આવી છે. જૂના આયોજન મુજબ તા.1લી મેથી 15મી જૂન સુધીનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીના લીધે 9મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરાયું હતું, જે આજે 23મી જૂનના રોજ પૂર્ણ થયું છે. યુજી સેમ-3 અને 5 તેમ જ પીજી સેમ-3માં તા.24મી જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં 26 જુનથી 14 ડિસેમ્બર-2024 સુધી કુલ 124 દિવસ શિક્ષણકાર્ય માટે ફાળવાયા છે. વર્ષ-2024-25ના શૈક્ષણિક વર્ષમાં તા.27મી ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments