Tuesday, July 23, 2024
HomeBUSINESSPetrol-Diesel Price: ગુજરાત સહિતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો ભાવ

Petrol-Diesel Price: ગુજરાત સહિતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો ભાવ


  • આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
  • અમદાવાદમાં પેટ્રોલ 94.44 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.11 રૂપિયા
  • જાણો દેશના ચાર મહાનગરો શું છે કિંમત

રાષ્ટ્રીય ઇંધણ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ-ડીઝલના કિંમત નક્કી કરવામાં આવે છે. આજે 24 જૂન 2024ના રોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર થયેલ નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધ-ઘટ જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 85.03 ડોલર પ્રતિ બેરલ છેૃ, જ્યારે WTI ક્રૂડ ઓઇલ 80.52 ડોલર પ્રતિ બેરલ પર બિઝનેસ કરી રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો સરકારી ઈંધણ કંપનીઓએ આજે 24 જૂને બઘા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દેશના મહાનગરોમાં પેટ્રોલના ભાવ

નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100.88 રૂપિયા પ્રતિ લિટર છે.

દેશના ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ

નવી દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નઈમાં ડીઝલની કિંમત 92.47 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલના ભાવ

ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 94.54 રૂપિયા પ્રતિ લિટર છે.

અમદાવાદમાં આજે પેટ્રેલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લિટર છે.

વડોદરામા પેટ્રોલની કિંમત 94.07 રૂપિયા પ્રતિ લિટર છે.

સુરતમાં પેટ્રોલની કિંમત 94.43 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના ચાર મોટા શહેરોમાં ડીઝલના ભાવ

ગાંધીનગરમાં ડીઝલની કિંમત 90.21 રૂપિયા પ્રતિ લિટર છે.

અમદાવાદમાં ડીઝલની કિમત 90.11 રૂપિયા પ્રતિ લિટર છે.

વડોદરામાં ડીઝલની કિંમત 89.76 રૂપિયા પ્રતિ લિટર છે.

સુરતમાં ડીઝલની કિંમત 90.12 રૂપિયા પ્રતિ લિટર છે.

ભારતમાં કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડિઝલના ભાવ

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ પર આધારિત હોય છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આધારે ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે વિવિધ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત SMS દ્વારા જાણો

ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે કંપનીની એપ અથવા એસએમએસ નંબર પર મેસેજ મોકલીને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત તપાસવા માટે ઈન્ડિયન ઓઈલ નંબર 9222201122 પર RSP અને સિટી પિન કોડ મેસેજ કરો. RSP અને સિટી પિન કોડ ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મેસેજ કરો. HP અને સિટી પિન કોડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ નંબર 9222201122 પર મેસેજ કરો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments