Friday, July 19, 2024
Homeધર્મપવિત્ર અષાઢ મહિનામાં દેવતાઓની કૃપા મેળવવા ખાસ કરો આ કામ

પવિત્ર અષાઢ મહિનામાં દેવતાઓની કૃપા મેળવવા ખાસ કરો આ કામ


  • અષાઢ માસનું મહત્ત્વ શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં કયા કાર્યો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

હિન્દુ પંચાંગ અનુસાર વિક્રમ સંવત 2081નો ચોથો મહિનો, અષાઢ મહિનો 23 જૂન, 2024, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આધ્યાત્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ આ મહિનો મહત્ત્વનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને વિવિધ દેવી-દેવતાઓની પૂજાને સમર્પિત છે. અષાઢ માસનું મહત્ત્વ શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં કયાં કાર્યો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

અષાઢ મહિનામાં ખાસ કરો આ કામ

પૂજા પાઠ

શાસ્ત્રો અનુસાર અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, મા દુર્ગા, હનુમાનજી અને સૂર્યદેવની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિના આરામ કરવા જાય છે. તેમજ આ માસમાં સૂર્યદેવ અને માતા દુર્ગાની પૂજા કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય, ધન અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

યજ્ઞ અને હવન

પરિવારમાં સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ માટે, અષાઢ માસમાં ખાસ પ્રસંગોએ યજ્ઞ તથા હવન કરવા જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. તે માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે.

વ્રત રાખો

અષાઢ મહિનામાં ખાસ પ્રસંગોએ ઉપવાસ કરવો જોઈએ. આ મહિનામાં ગુપ્ત નવરાત્રી વ્રત, યોગિની એકાદશી વ્રત, દેવશયની એકાદશી વ્રત જેવા ઘણા મહત્ત્વના ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ખાસ દિવસે ઉપવાસ કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

દાનનું મહત્ત્વ

સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ છે. તેથી, અષાઢ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર કે પૈસાનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે. આમ કરવાથી માત્ર દેવી-દેવતાઓ જ પ્રસન્ન નથી થતા, પરંતુ કુંડળીમાં ઉદ્ભવતા અનેક પ્રકારના ગ્રહ દોષ પણ દૂર થાય છે.

આ પણ વાંચોઃ 2025માં આ બે રાશિઓ આવશે શનિની ઢૈય્યાની ઝપટમાં, કોણ થશે મુક્ત? 

Source link

- Advertisment -

Most Popular

Recent Comments