Wednesday, July 24, 2024
HomeNATIONALદિલ્હીઃ સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં PM મોદી સાથે 1.25 કલાકની મુલાકાત

દિલ્હીઃ સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં PM મોદી સાથે 1.25 કલાકની મુલાકાત


  • મુખ્યમંત્રીના હાથમાં ટેગ કરેલા કાગળોના ફોલ્ડરને લઈને અટકળો
  • ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ, અપ્રમાણિક નેતાઓ સામે અંકુશની શક્યતા
  • ભાજપના નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

રાજકોટ આગની ઘટનામાં સરકારને SIT રિપોર્ટ મળ્યાના બીજા દિવસે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 1.25 કલાકની બેઠક યોજાઈ હતી.

આ મુલાકાતની તસ્વીરોમાં મુખ્યમંત્રીના હાથમાં રાજકોટ આગની ઘટનાથી લઈને સુરતના ડુમસની સરકારી જમીનના મુદ્દે ટેગવાળા ફોલ્ડર જોવા મળી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બેવફા ભાજપના નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. શનિવારે સાંજે 7 વાગે તેમણે ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડા પ્રધાન બનવા બદલ હૃદયપૂર્વક અભિનંદન. આ પ્રસંગે તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી હતી.Source link

- Advertisment -

Most Popular

Recent Comments