Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: 70 સ્મોલ કેપ શેરોએ 10થી 40% સુધીનું વળતર આપ્યું

Business: 70 સ્મોલ કેપ શેરોએ 10થી 40% સુધીનું વળતર આપ્યું


  • સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 0.28 ટકા, નિફ્ટીમાં 0.15 ટકાનો વધારો
  • બેંક ઇન્ડેક્સ 3 ટકા, આઇટી 2 ટકા વધ્યો, ઓટો ઇન્ડેક્સ 2.5 ટકા ઘટયો
  • સપ્તાહમાં 70 જેટલા સ્મોલ કેપ શેરોએ 10થી 40 ટકા સુધીનું વળતર આપ્યું હતું

અમદાવાદ : 21મી જુનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નવી વિક્રમી ટોચ બનાવ્યા પછી સપ્તાહના અંતે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે 1.5 ટકા વધીને જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ મથાળે બંધ રહ્યો હતો.

આવી જ રીતે લાર્જ કેપ ઇન્ડેક્સ પણ ફ્લેટ મથાળે બંધ રહ્યો હતો. આની તુલનાએ સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 0.28 ટકા જ્યારે નિફ્ટી 0.15 ટકા વધીને બંધ રહ્યા હતા. વીતેલા સપ્તાહમાં 70 જેટલા સ્મોલ કેપ શેરોએ 10થી 40 ટકા સુધીનું વળતર આપ્યું હતું. સુચકાંકોમાં નજીવો વધારો જ નોંધાયો તેના માટે મિશ્ર વૈશ્વિક સંકેતો, ચોમાસાની ધીમી પ્રગતિ, આગામી કેન્દ્રિય બજેટને લગતી અપેક્ષાઓ અને એફઆઇઆઇના રોકાણના પ્રવાહ જેવી બાબત જવાબદાર છે. સેકટોરલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત આઇટી ઇન્ડેક્સ 2 ટકા જ્યારે મેટલ ઇન્ડેક્સ 1 ટકા વધીને બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.5 ટકા ઘટયો હતો, જ્યારે એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને ફાર્મા ઇન્ડેક્સ આ ત્રણે 2 ટકા ઘટીને બંધ રહ્યા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments