Tuesday, July 23, 2024
HomeBUSINESSBanking News: આ બેંકનું ટ્વિટર થયું હેક, બેંકે યૂઝર્સને આપી ચેતવણી

Banking News: આ બેંકનું ટ્વિટર થયું હેક, બેંકે યૂઝર્સને આપી ચેતવણી


  • કેનેરા બેંકનું ટ્વિટર હેન્ડલ થયું હેક
  • બેંક અધિકારીના ટ્વિટરનું નામ હેકર્સે બદલી દીધું
  • બેંકે છેડછાડને લઈને તપાસ કરી છે શરૂ

પબ્લિક સેક્ટરની મોટી બેંક કેનેરા બેંકનું એક્સ પ્લેટફોર્મ એટલે કે ટ્વિટર શનિવારે 22 જૂને હેક થયું હતું. સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટરના હેક થયા બાદ હેકરે બેંકના અધિકારીના ટ્વિટરનું નામ બદલીને ‘ether.fi’ કરી દીધું હતું. તેની સાથે જ લોકેશનને બદલીને કેમૈન આઈલેન્ડ કરી દીધી હતી. આ પછી બેંકના તમામ ગ્રાહકોને ખાસ સૂચના આપવામાં આવી છે.

બેંક દ્વારા રવિવાર 23 જૂન 2024 આ કેસમાં ફેસબુક પેજ પર એક સ્પષ્ટ સૂચના ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું કે કેનરા બેંકના તમામ સંબંધિત પક્ષો આ વિશે સૂચિત કરવા માંગે છે કે બેંકના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરાઈ છે. બધી ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે અને બેંક તમારા ઍક્સેસ મેળવવા માટે કામ કરી રહી છે.

બેંકે ગ્રાહકોને આપી ખાસ સૂચના

કેનેરા બેંકે ગ્રાહકોને એ સલાહ આપી છે કે તે હેક કરાયેલા કેનેરા બેંકના ટ્વિટર હેન્ડલ પર જઈને કોઈ પણ પોસ્ટ ન કરે. તેની સાથે જ બેંકે કહ્યું કે અમે એક્સ એટલે કે ટ્વિટરની સાથે મળીને આ સમસ્યાને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે એક્સ હેન્ડલ પરત મેળવ્યા બાદ અમે ગ્રાહકોને આ વિશે સૂચના આપીશું. ગ્રાહકોને થયેલી અસુવિધાને માટે અમને ખેદ છે.

એક્સિસ બેંકની સાથે પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી. જ્યારે કોઈ બેંકના એક્સ હેન્ડલને આ રીતે હેક કરી લેવામાં આવ્યું છે. આ પહેલા પ્રાઈવેટ સેક્ટરની બેંક એક્સિસના સપોર્ટ હેન્ડલને પણ હેકર દ્વારા હેક કરી લેવાયું હતું. આ પછી બેંકના હેન્ડલથી ક્રિપ્ટોકરન્સીને માટે કરાયેલી પોસ્ટને હટાવી દેવામાં આવી હતી. આ બાબતે જાણકારી મળતા બેંકે તપાસ શરૂ કરી દીધી હતી.  



Source link

- Advertisment -

Most Popular

Recent Comments