Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: ભારતીય પરિવારોને કરિયાણા માટે થતાં ખર્ચમાં 19%નો વધારો

Business: ભારતીય પરિવારોને કરિયાણા માટે થતાં ખર્ચમાં 19%નો વધારો


  • ફુગાવાનો દર 7.8 ટકાથી ઘટીને 4.7 ટકા પર આવ્યો છતાં…
  • કરિયાણાની ચીજવસ્તુઓ માટે થતાં ખર્ચનો હિસ્સો 24 ટકા છે
  • માર્ચ, 2024ના ક્વાર્ટરમાં રૂ. 2,000નો વધારો થયો છે

એક રિસર્ચ સંસ્થાએ કરેલા સર્વેના તારણ મુજબ છેલ્લા કેટલાક મહિનામાં કોમોડિટીના ભાવમાં ઘટાડો થયો હોવાનો દાવો ભલે કરવામાં આવી રહ્યો હોય પરંતુ છેલ્લા બે વર્ષમાં પ્રત્યેક પરિવારને કરિયાણા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે જે ખર્ચ કરવો પડે છે તેમાં 19 ટકાનો વધારો થયો છે.

આ સંસ્થાએ 31મી માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં અને એ અગાઉ 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આ પ્રકારનો સર્વે કર્યો હતો અને બન્ને સર્વેના તારણની તુલના કરીએ તો માર્ચ, 2024ના ક્વાર્ટરમાં જીવન જીવવા માટે અનિવાર્ય ગણાય એવી ચીજવસ્તુઓ માટે 19 ટકા વધુ ખર્ચ કરવો પડયો હતો.

આ બે સર્વેની જે તુલના કરવામાં આવી રહી છે તે ઘણી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એપ્રિલ, 2022માં ફુગાવાનો દર 7.8 ટકા જેટલાં ઊંચા સ્તરે જતાં આરબીઆઇ દ્રારા વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે પછી વ્યાજદરમાં કુલ 2.5 ટકા વધારો કરવામાં આવ્યો છે અને હાલમાં પણ વ્યાજદર 6.5 ટકા જ છે. આના કારણે ફુગાવાનો દર હવે 4.7 ટકાના દરે આવી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતીય પરિવારનો કરિયાણા પર કરવા પડતા ખર્ચમાં 19 ટકાનો વધારો થયો છે. સર્વેના તારણ મુજબ કોઇ પણ પરિવાર દ્રારા જે કુલ ખર્ચ કરવામાં આવે છે તેમાંથી સૌથી મોટો હિસ્સો કરિયાણાના ફાળે જાય છે. કરિયાણાની ચીજવસ્તુઓ માટે થતાં ખર્ચનો હિસ્સો 24 ટકા છે. માર્ચ, 2022ના ક્વાર્ટરમાં પરિવારને કરિયાણા માટે જે ખર્ચ કરવો પડતો હતો તેમાં માર્ચ, 2024ના ક્વાર્ટરમાં રૂ. 2,000નો વધારો થયો છે. હાલમાં ભારતમાં પ્રત્યેક ત્રણમાંથી એક પરિવાર તીવ્ર આર્થિક તંગીનો અનુભવ કરે છે. 2022 અને 2024 બન્ને સર્વેમાં 34 ટકા રિસ્પોન્ડન્ટે એમ જણાવ્યું હતું કે તેમના માટે ગુજરાન ચલાવવા બે છેડા ભેગા કરવા ખુબ મુશ્કેલ બની ગયા છે. જોકે નોંધપૂર્ણ બાબત એ છે કે 2022ના સર્વે વખતે 8 ટકા રિસ્પોન્ડન્ટે એમ જણાવ્યું હતું કે તેઓ તેમના આર્થિક રીતેને સારી રીતે મેનેજ કરવા સક્ષમ છે અને કોઇ મુશ્કેલી અનુભવતા નથી. 2024ના સર્વેમાં આવું કહેનારા રિસ્પોન્ડન્ટની ટકાવારી વધીને 16 ટકા થઇ છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments