Tuesday, July 16, 2024
HomeGUJARATRajkotના બિલ્ડરોએ કે.ડી.સાંગઠીયાના ભષ્ટ્રાચારનો ફોડયો ભાંડો

Rajkotના બિલ્ડરોએ કે.ડી.સાંગઠીયાના ભષ્ટ્રાચારનો ફોડયો ભાંડો

  • કૃતિ ઓનેલા બિલ્ડીંગ બન્યું તેમાં હું ભાગીદાર હતો:ટી.ડી.પટેલ
  • જમીન ન કાપવા માટે સાગઠીયાએ 1 કરોડ માંગ્યા: ટી.ડી.પટેલ
  • આ મામલે 80 લાખનું સેટલમેન્ટ થયું હતું :ટી.ડી.પટેલ

રાજકોટમાં ઓનેલા બિલ્ડીંગના બિલ્ડર ટી.ડી.પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કેડી સાગઠીયાએ એક કરોડ માંગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો,જમીન ન કાપવા માટે કેડી સાગઠીયાએ એક કરોડ માંગ્યા હતા અને 80 લાખનું છેલ્લે સેટલમેન્ટ થયુ હોવાનો આરોપ લાગ્યો છે.તો ટીડી પટેલનું કહેવું છે કે આ 80 લાખ રૂપિયા જેરામ કુંડારિયાએ સાગઠીયાને આપ્યા હતા.

CM કરતા સાગઠિયાનો પાવર ઘણો છે :ટી.ડી.પટેલ

ટીડી પટેલનું કહેવું છે કે,કેડી સાગઠીયાના વહીવટમાં મુખ્ય વહીવટ કરનાર જેરામભાઈ છે.જેરામભાઈ પણ જીઈબીમાં અધિકારી હતી,ફાઈનલ પ્લોટ કાપ્યા વગર ઓન પેપર છે.સાગઠીયાનો વહીવટદાર જેરામ એ લોકોના રૂપિયા લઈ ઝેર પીવાના નાટક કરે છે.અગાઉ પણ ઝેરી દવા પીવાનું નાટક કર્યુ હતુ,એટલે જેરામ પણ સાગઠીયાની બધી દુખતી નસ જાણે છે.

મનસુખ સાગઠીયા એટલે ભ્રષ્ટ અધિકારી : ટી.ડી.પટેલ

ઓનેલા બિલ્ડીંગના માલિકનું કહેવુ છે કે,મનસુખ સાગઠીયા એ ભ્રષ્ટ અધિકારી છે અને રૂપિયા સિવાય કંઈ કામ કરતો નથી,મે આ બાબતે મૂખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતુ કે,TPOને જીવનભર કેમ એક જ જગ્યાએ રાખો છો.બિલ્ડર પોતાના કામ માટે 25 થી 50 લાખ આપી દે છે આવા અધિકારીને.કૃતિ ઓનેલા બિલ્ડિંગમાં 10 ભાગીદાર કુલ હતા.જમીન બિન ખેતી કરાવવા પણ વહીવટ થયો હતો.

એસીબીએ સાગઠીયા સામે નોંધ્યો છે ગુનો

રાજકોટ એસીબીએ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટના બાદ માત્ર 20 દિવસના ટૂંકાગાળામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની 11 કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કતો શોધી કાઢી હતી અને સાગઠીયાએ 1-04-2012થી અત્યાર સુધીમાં કરેલા ભ્રષ્ટાચારથી તેઓએ કઈ કઈ મિલ્કત ખરીદી, તેઓએ ક્યા દેશનો પ્રવાસ કર્યો સહિતની તમામ વિગતો જાહેર કરવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારને સોંપાયો રીપોર્ટ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ માટે જવાબદારો સામે ઝડપથી તાપસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે, આ SITએ તાપસ બાદ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ફાયર વિભાગ સહીત અન્ય વિભાગોના ઘણા અધિકારીઓની બેજવાબદારી સામે આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હજુ ચાલી રહી છે.અગાઉ SITએ 20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સરકારને સોંપવાનો હતો પરંતુ તાપસ પ્રક્રિયા ચાલુ હોવાથી, રીપોર્ટ સોંપવામાં વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી.

સરકાર કરી શકે છે કાર્યવાહી

ચાર વિભાગોની બેજવાબદારી સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસ વિભાગના વિભાગો અને બાંધકામ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

ACB પણ કરી રહી છે મિલકતોની તપાસ

રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સુધી પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડયા હતા.

Source link

- Advertisment -

Most Popular

Recent Comments