Thursday, July 25, 2024
HomeBUSINESSPetrol Diesel Price : આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયા ફેરફાર? જાણો લેટેસ્ટ કિંમતો

Petrol Diesel Price : આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયા ફેરફાર? જાણો લેટેસ્ટ કિંમતો


  • 14 માર્ચે ભાવમાં થયો હતો રૂ. 2નો ઘટાડો
  • 15 જૂને બેંગલુરુમાં ભાવમાં રૂ. 3નો વધારો થયો હતો
  • આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નજીવી વધઘટ

દેશમાં રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો 14 માર્ચ, 2024ના રોજ થયો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે બેંગ્લોરમાં 15 જૂન 2024ના રોજ તેની કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આજે એટલે કે 22 જૂન 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, શહેરો અને રાજ્યો દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કરને કારણે કિંમતો બદલાઈ શકે છે. તો જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની લેટેસ્ટ કિંમતો શું છે.

મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પ્રતિ લિટર

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.19 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા છે. બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 102.84 રૂપિયા છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા છે. આ સિવાય ડીઝલની કિંમતની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 87.66 રૂપિયા છે. મુંબઈમાં ડીઝલની કિંમત 92.13 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.74 રૂપિયા છે. બેંગલુરુમાં ડીઝલની કિંમત 88.95 રૂપિયા છે. તો ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.32 રૂપિયા છે.

ગુજરાતમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ

વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 94.07 રૂપિયા છે તો સુરતમાં તે 94.50 રૂપિયાએ મળી રહ્યું છે. રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 94.62 રૂપિયા નક્કી કરાઈ છે અને અમદાવાદમાં 94.79 રૂપિયાના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. ડીઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં ડીઝલ 90.46 રૂપિયાએ મળી રહ્યું છે. રાજકોટમાં તેના ભાવ 90.31 રૂપિયા નક્કી કરાયા છે. સુરતમાં તેની કિંમત 90.20 રૂપિયા છે અને વડોદરામાં તે 89.74 રૂપિયાએ મળી રહ્યું છે.

એસએમએસ દ્વારા પેટ્રોલ – ડીઝલની કિંમતો જાણો

ઓઈલની કિંમત ભારતીય ઓઇલ કંપનીઓના SMS નંબર દ્વારા જાણી શકાય છે. તમે ઇન્ડિયન ઓઇલ નંબર 9222201122 પર RSP અને સિટી પિન કોડ SMS કરી શકો છો. ભારત પેટ્રોલિયમના નંબર 9223112222 પર સમાન SMS મોકલો, તમે RSP અને તમારા શહેરનો પિન કોડ મેસેજ કરીને પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણી શકો છો. તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમના નંબર 9222201122 પર HP અને તમારા શહેરનો પિન કોડ મેસેજ કરીને નવા ભાવ જાણી શકો છો.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લી વખત 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે 15 જૂન, 2024ના રોજ બેંગ્લોરમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments