Monday, July 15, 2024
HomeGUJARATMonsoon 2024 : Ahmedabad હવામાન વિભાગે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

Monsoon 2024 : Ahmedabad હવામાન વિભાગે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી


  • રાજયમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
  • દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શકયતા હાલના ધોરણે દેખાઈ રહી છે,પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે.

આજે કયા વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગે આજે વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,તાપી,સુરત,ભરૂચ,નર્મદા,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,અમદાવાદમા વરસાદની આગાહી કરી છે.આજે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

23 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર,ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં જામશે ચોમાસાનો માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી.મી પ્રતિકલાકની રહી શકે છે.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments