Thursday, July 25, 2024
Homeધર્મઘરના મુખ્ય દરવાજા પર રાખો આ સાત વસ્તુઓ, લક્ષ્મી આકર્ષાશે

ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ સાત વસ્તુઓ, લક્ષ્મી આકર્ષાશે


  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખવાથી પણ વાસ્તુ દોષ લાગી શકે છે. જાણો ઘરના મુખ્ય દરવાજા પર કઈ વસ્તુઓ રાખવી લક્કી માનવામાં આવે છે?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુમાં ઉર્જા હોય છે. મુખ્ય દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દરવાજાને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. મુખ્ય દ્વાર હંમેશા સાફ-સુથરું હોવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખવાથી પણ વાસ્તુ દોષ લાગી શકે છે. જાણો ઘરના મુખ્ય દરવાજા પર કઈ વસ્તુઓ રાખવી લક્કી માનવામાં આવે છે?

સ્વસ્તિકનું ચિહ્ન

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા પાઠમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે, તેથી તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવા માટે મુખ્ય દ્વારની બંને બાજુ સ્વસ્તિકનું ચિન્હ લગાવો અથવા જાતે બનાવો

ઘોડાની નાળ

ઘર માટે ઘોડાની નાળને લક્કી માનવામાં આવે છે. ઘોડાની નાળને હંમેશા મુખ્ય દ્વારની ઉપરના ભાગમાં લગાવવામાં આવે છે. તેનાથી ગુડ લક જળવાઈ રહે છે.

તોરણ લગાવો

આંબાના પાનનું તોરણ બનાવીને તેને મુખ્ય દ્વાર પર લગાવો. ધ્યાન રાખો કે તોરણમાં ઉપયોગમાં લેવાયેલા પાંદડા હર્યાભર્યા હોવા જોઈએ. તૂટેલા ફુટેલા નહીં. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે.

શુભ લાભ

ઘરના મુખ્ય દ્વાર પર ડાબા-જમણા ભાગમાં લાલ ચંદનથી શુભ-લાભ લખો. શુભ-લાભ શુભ લકનું પ્રતીક છે. તેને લખવાથી ઘરની સુખ-સમૃદ્ધિ વધે છે.

દીપક પ્રગટાવો

ઘરના મુખ્ય દ્વાર પર સાંજના સમયે રોજ દીવો કરો. તેનાથી પોઝિટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરશે. એવી માન્યતા છે કે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે.

તુલસીનો છોડ

તુલસીનો છોડ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે તુલસીનો છોડ રાખવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે. એટલું ધ્યાન રાખજો કે આ છોડ સુકાય નહિ કે સડે નહિ. સવાર-સાંજ તુલસી ક્યારે દીવો પણ કરો.

સૂર્ય યંત્ર

ઘરના મેઈન દરવાજા પર સૂર્ય યંત્ર લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરને ખરાબ કે નેગેટિવ નજરથી બચાવી શકાય છે.

આ પણ વાંચોઃ સારા આરોગ્ય માટે ફોલો કરો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ટિપ્સ, રાખો આટલું ધ્યાન

Source link

- Advertisment -

Most Popular

Recent Comments