Monday, July 15, 2024
HomeBUSINESSBusiness News: મુંબઈ નજીક પ્રસ્તાવિત બંદર વિશ્વના ટોચના દસ પોર્ટમાં સામેલ થશે

Business News: મુંબઈ નજીક પ્રસ્તાવિત બંદર વિશ્વના ટોચના દસ પોર્ટમાં સામેલ થશે


  • PM ગતિશક્તિ સાથે સંકલિત યોજનાથી આર્થિક ગતિવિધિને વેગ મળશે
  • પોર્ટ ખાતે એક હજાર મીટર લાંબા એવા નવ કન્ટેન્ટર ટર્મિનલ્સ હશે
  • મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ અનુક્રમે 74 ટકા અને 26 ટકાના શેરહોલ્ડર્સ બનશે

ગત બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે રૂ.76,220 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં વાધવન ખાતે ઓલ વેધર ગ્રીનફીલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટને મંજૂરી આપી હતી. બાંધકામ પૂર્ણ થતાં આ બંદરની ગણના વિશ્વના ટોચના દસ પોર્ટમાં થશે.

જવાહરલાલ નહેરૂ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ દ્વારા રચાયેલ સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ હેઠળ વાધવન પોર્ટ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે, જેમાં જવાહરલાલ નહેરૂ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ અનુક્રમે 74 ટકા અને 26 ટકાના શેરહોલ્ડર્સ બનશે. પ્રસ્તાવિત બંદર મુંબઈથી 130 કિ.મી અને દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટથી 150 કિ.મી.ના અંતરે છે. આ પ્રસ્તાવિત પોર્ટ ખાતે નવ કન્ટેન્ટર ટર્મિનલ્સ હશે. જે દરેક એક હજાર મીટર લાંબા હશે. જેમાં બહુહેતુક બર્થ, કોસ્ટલ બર્થ, ચાર લિક્વિડ કાર્ગો બર્થ, રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થ હશે. આ પ્રોજેક્ટની કોસ્ટમાં જમીનની કિંમત, કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ, ટર્મિનલ્સ અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડમાં અન્ય કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. મંત્રીમંડળ દ્વારા બંદર અને હાઈ-વે વચ્ચે માર્ગ વ્યવહાર સ્થાપવા પણ મંજૂરી આપવામાં આવી હતી. પીએમ ગતિશક્તિના હેતુઓ સાથે સંકલિત આ પ્રોજેક્ટથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને લગભગ દસ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડશે.

બંદરનું નિર્માણ

જવાહરલાલ નહેરૂ પોર્ટ એથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ દ્વારા રચાયેલ સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ હેઠળ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે

પ્રસ્તાવિત બંદર મુંબઈથી 130 કિ.મી અને દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટથી 150 કિ.મી.ના અંતરે છે

પીએમ ગતિશક્તિના હેતુઓ સાથે સંકલિત આ પ્રોજેક્ટથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને લગભગ દસ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments