Sunday, July 14, 2024
HomeBUSINESSBusiness News: પ્રિ-ઓપન-સેશનની ઓર્ડર-વિન્ડો છેલ્લી દસમિનિટમાં ગમે ત્યારે બંધ થઈ જશે

Business News: પ્રિ-ઓપન-સેશનની ઓર્ડર-વિન્ડો છેલ્લી દસમિનિટમાં ગમે ત્યારે બંધ થઈ જશે


  • હવેથી આઇપીઓ પછી લિસ્ટિંગ વખતે યોજાતા
  • ત્રણ મહિના બાદ નવા નિયમો લાગુ થશે
  • સેબીએ લિસ્ટિંગ પ્રાઇસ નક્કી કરતી વખતે થતી ગેરરીતિ અટકાવવા નિયમો કડક બનાવ્યા
  • પ્રિ ઓપન સેશનમાં ઊંચા ભાવે મોટી સંખ્યામાં શેરના ઓર્ડર આપી ખેલાડીઓ લિસ્ટિંગ પ્રાઇસ ઉપર લઇ જાય છે

આઇપીઓ પછી લિસ્ટિંગ થાય ત્યારે લિસ્ટિંગ પ્રાઇસને ગેરરીતિ આચરીને ઉપર લઇ જવામાં આવતી હોવાની આશંકા હોવાથી બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ સર્વેલન્સ વધારવાની સાથે સાથે કેટલાક વધારાના પગલાં લાગુ કર્યા છે.

જેથી આવી ગેરરિતીને અટકાવી શકાય. આ નિયમો ત્રણ મહિનામાં લાગુ કરવામાં આવશે

જ્યારે કોઇ પણ શેરનું લિસ્ટિંગ થાય છે ત્યારે તે દિવસે શેરબજારમાં એક કલાકનું એક સેશન યોજવામાં આવે છે. આ સેશનને પ્રિ ઓપન કોલ ઓક્શન સેશન કહે છે. આ સેશન દરમિયાન બજારના ખેલાડીઓ ચોક્કસ ભાવે સોદા માટેના બિડ મુકે છે. આ પ્રકારે જે બિડ મુકવામાં આવ્યા હોય તેને તમામ બિડને ગણતરીમાં લઇને તેના આધારે સ્ટોક એક્સચેન્જ દ્રારા ઓપનિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. આઈપીઓ અને રિલિસ્ટેડ શેરોના ચોક્કસ કેસોમાં બજાર નિયમનકારના ધ્યાન પર એવી બાબત આવી હતી કે કોલ ઓક્શન સેશનમાં ઊંચી કિંમતે મોટી સંખ્યામાં શેરોના સોદા માટે ઓર્ડર મૂકવામાં આવતા હતા અને આ સેશન પુરું થવાનો થોડી મિનિટોની જ વાર હોય ત્યારે આ ઓર્ડર રદ કરી દેવામાં આવતાં હતા. આવી પ્રવૃત્તિ શંકાના દાયરામાં આવતી હતી અને સેબીને શંકા હતી કે આવી રીતે માંગ અને પુરવઠાના ખોટા સમીકરણો સર્જીને એક પ્રકારે ગેરરિતી આચરી લિસ્ટિંગ ઊંચા ભાવે થાય એવો પ્રયાસ કરવામાં આવતો હતો.

આવી ગેરરીતિ અટકાવવા માટે સેબીએ પ્રિ ઓપન કોલ ઓક્શન સેશનમાં ઓર્ડર એન્ટ્રીના સમયગાળા દરમ્યાન સેશનના રેન્ડમ ક્લોઝરનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવ મુજબ ઓર્ડર એન્ટ્રીની છેલ્લી દસ મિનિટ દરમિયાન સેશન ગમે ત્યારે બંધ થઈ જશે એટલે કે, ઓર્ડર એન્ટ્રી વિન્ડોની 35મી થી 45મી મિનિટ દરમિયાન ગમે ત્યારે સત્ર બંધ થઈ જશે. આ પ્રકારનું રેન્ડમ ક્લોઝર સિસ્ટમ દ્વારા જ સંચાલિત થશે. આવી રીતે આ વિન્ડો ગમે ત્યારે બંધ થવાથી લિસ્ટિંગ પ્રાઇસ ઊંચી લઇ જવા માંગતા તત્ત્વોએ જો ઊંચી કિંમતે મોટી સંખ્યામાં બિડ મુક્યા હશે તો તેમની પાસે આ ઓર્ડર કેન્સલ કરવાનો સમય નહીં રહે. ઉપરાંત સ્ટોક એક્સેન્જોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જો કોઈ ખેલાડી દ્રારા રદ્દ કરવામાં આવેલા વેચાણના સોદા સંબંધિત સેશનમાં થયેલા કુલ કેન્સલેશનના પાંચ ટકાથી વધુ હોય અથવા એક જ ક્લાયન્ટ માટે 50 ટકાથી વધુ ઓર્ડર રદ્દ કરવામાં આવ્યા હોય તો તુરંત એલર્ટ મોકલે. સ્ટોક એક્સચેન્જ આવા કેન્સલેશન અથવા કિંમતોમાં સંશોધન માટે ખુલાસો પણ માંગી શકે છે. બિડ માટે વાસ્તવિક સમયનો ડેટા પણ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવા નિયમો ત્રણ માસ બાદ લાગુ થશે.

આઇપીઓ પછી શેરની લિસ્ટિંગ પ્રાઇસ કઇ રીતે નક્કી થાય છે?

નોર્મલ ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં 2થી 10 વાગ્યા સુધીમાં જે શેરનું લિસ્ટિંગ થવાનું હોય તેને માટે એક કલાકનું એક ખાસ સેશન યોજાય છે, જેને પ્રિ ઓપન કોલ ઓકશન સેશન કહે છે. આ સેશનના પ્રથમ 45 મિનિટ સુધી કોઇ પણ ખેલાડી સંબંધિત શેરના વેચાણ કે ખરીદી માટેના સોદા કરવા માટે પોતાના બિડ મુકે છે. આ બિડમાં કેટલા શેર ક્યા ભાવે વેચવા માંગે છે કે ખરીદવા માંગે છે તેની વિગતો હોય છે. સેશનની પ્રથમ 45 મિનિટમાં આ પ્રકારે ઓર્ડર આપી પણ શકાય છે અને જે ઓર્ડર આપવામાં આવ્યા હોય તેમાં સુધારો પણ કરી શકાય છે કે તેને રદ પણ કરી શકાય છે. ત્યાર પછીની દસ મિનિટમાં સ્ટોક એક્સચેન્જ વેચાણ અને ખરીદી માટેના જે બિડ હોય તેની સંખ્યા અને ભાવના આધારે સંબંધિત શેરની ઓપનિંગ પ્રાઇસ કેટલી રાખવી તે નક્કી કરે છે. છેલ્લી પાંચ મિનિટનો સમય પ્રિ ઓપન સેશનમાંથી નોર્મલ ટ્રેડિંગમાં ટ્રાન્ઝિશન માટે રાખવામાં આવે છે.

IPO લિસ્ટિંગના દિવસે ભેજાબાજો કેવી રીતે ખેલ કરે છે?

લિસ્ટિંગના દિવસે યોજાતા એક કલાકના પ્રિ ઓપન કોલ ઓક્શન સેશનમાં ઊંચા ભાવે સંબંધિત શેરની માંગ વધુ છે એવું પ્રસ્થાપિત કરવા માટે ઊંચા ભાવે મોટા સોદાના બિડ મુકે છે અને 45 મિનિટની ઓર્ડર વિન્ડો પૂરી થાય તેની થોડી મિનિટો પહેલાં જ આવા ઓર્ડર રદ કરી દેવાય છે. આવું થવાથી શક્ય છે કે લિસ્ટિંગ વખતે શેરના ભાવ ઊંચા હોય પરંતુ તે પછી આ ભાવ ઘણા નીચા જાય. આવું થાય તો સામાન્ય રોકાણકારોને રડવાનો વારો આવે છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments