Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness News: મિડ-સ્મોલ કેપના વધુ પડતા ઊંચા ભાવથી મ્યુચ્યુઅલ ફંડો જ ચિંતિત

Business News: મિડ-સ્મોલ કેપના વધુ પડતા ઊંચા ભાવથી મ્યુચ્યુઅલ ફંડો જ ચિંતિત


  • મેનેજર્સના મતે જોખમની સાથે તુલના કરીએ તો વળતર ઓછું
  • કુલ એમ કેપમાં મિડ – સ્મોલ-કેપના એમ કેપનો હિસ્સો ચાર વર્ષમાં 25.7%થી વધી 36.3 %
  • કેપિટલાઇઝેશન બજારના કુલ માર્કેટ મૂલ્યના હિસ્સાની દ્રષ્ટિએ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા

સ્થાનિક રોકાણકારોના મિડ કેપ તથા સ્મોલ કેપ સેગમેન્ટ તરફના ભારે ઉત્સાહને કારણે મે મહિનામાં મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન બજારના કુલ માર્કેટ મૂલ્યના હિસ્સાની દ્રષ્ટિએ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.

 જો કે આવી સ્થિતિ જોખમી છે એવી ચેતવણી ખુદ મ્યુચ્યુઅલ ફંડ્સ મેનેજર્સ આપી રહ્યા છે. આ મેનેજર્સના મત મુજબ આ શેરોના ભાવ હોવા જોઇએ તેના કરતાં વધુ પડતાં ઊંચા છે. એક અભ્યાસ મુજબ મે માસમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સ દેશની કુલ બજાર મૂડીના 36.3 ટકાના સ્તરે પહોંચ્યા હતા. ડિસેમ્બર 2020માં આ પ્રમાણ 25 ટકા હતું. જ્યારે ડિસેમ્બર 2013માં આ સ્તર 12.6 ટકાના સ્તરે હતું. બીજી તરફ મે માસમાં લાર્જ કેપ્સ શેરોનો હિસ્સો ઘટીને 63.7 ટકા થયો હતો. ડિસેમ્બર 2020માં આ પ્રમાણ 74.2 ટકા જ્યારે ડિસેમ્બર 2013માં આ સ્તર 80.3 ટકા હતું.

બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમે અવલોકન કર્યું છે કે, આ સેગમેન્ટમાં મૂલ્યાંકન હદ પાર થયું છે. જેણે સંભવિત વળતર સાથે જોખમની ચિંતા જન્માવી છે. અમારૂં માનવું છે કે, સ્મોલ કેપ અને મિડ કેપ ક્ષેત્રમાં વર્તમાન રિસ્ક રિટર્ન ટ્રેડ-ઓફ આકર્ષક નથી. છેલ્લા ત્રણ વર્ષમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ પોતાના લાર્જ કેપ સમકક્ષો કરતાં સારૂં પ્રદર્શન કર્યું છે. જ્યારે છેલ્લા એક તથા ત્રણ વર્ષના સમયગાળામાં નિફ્ટીમાં 26.34 ટકા અને 15.82 ટકાનો વધારો થયો છે. નિફ્ટી મિડકેપ 150એ અનુક્રમે 57.46 ટકા તથા 28.05 ટકા વળતર આપ્યું છે. તેમજ નિફ્ટી સ્મોલકેપ 250માં અનુક્રમે 61.72 ટકા તથા 27.33 ટકાનો વધારો થયો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments