Tuesday, July 16, 2024
HomeBUSINESSTomato Price Hike: ટામેટા વધારશે ગૃહિણીઓની મુશ્કેલી, 17 રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને

Tomato Price Hike: ટામેટા વધારશે ગૃહિણીઓની મુશ્કેલી, 17 રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને


  • શાકમાં ટામેટા નાંખતા સો વખત કરવો પડશે વિચાર
  • ટામેટાના ભાવમાં થઇ રહ્યો છે વધારે
  • 17 રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને

એક તરફ દેશના વિવિધ રાજ્યોમાં ગરમીથી લોકો પરેશાન છે. ત્યારે હવે ટામેટાએ ગૃહિણીઓની પરેશાની વધારી દીધી છે. કારણ કે દેશના એવા એક બે નહી પરંતુ 17 રાજ્યો છે જ્યાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. જાણકારોનું કહેવુ છે કે હીટવેવ અને ઓછા ઉત્પાદનને કારણે આવનારા દિવસોમાં હજી પણ વધુ ભાવ વધશે. ત્યારે આવો જાણીએ ક્યા રાજ્યોમાં ટામેટાના ભાવ વધ્યા છે.

કન્ઝ્યુમર અફેરની વેબસાઇટના જણાવ્યા મુજબ

  • કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન નિકોરબારમાં ટામેટા 100 રૂપિયે કિલો
  • કેરળમાં 82 રૂપિયે કિલો
  • મિઝોરમ અને તમિલનાડુમાં 70 રૂપિયે કિલો
  • તેલંગણા, ગોવા,નાગાલેન્ડ, મહારાષ્ટ્રમાં 60 રૂપિયે કિલો
  • આંધ્રપ્રદેશ, કર્ણાટર, સિક્કિમ, ઓડિશા, દાદરા અને નગર હવેલી, પશ્ચિમ બંગાળ, ત્રિપુરામાં 50 રૂપિયે કિલો

દેશમાં સરેરાશ ભાવ કેટલો વધ્યો?

ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા મુજબ જૂન મહિનામાં ટામેટાના સરેરાશ ભાવમાં પ્રતિ કિલો 12.46 રૂપિયાનો વધારો દેખાયો છે. 31 મેના રોજ ટામેટાની સરેરાશ કિંમત 34.15 રૂપિયા પ્રતિ કિલો હતી જે વધીને 20 જૂને સરેરાશ કિંમત 46.61 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે હાલમાં દક્ષિણ ભારતમાં ટામેટાંમાં મોંઘવારી વધુ જોવા મળી રહી છે. જો ઉત્તરની વાત કરીએ તો દિલ્હીમાં ટામેટાની કિંમત 33 રૂપિયા છે. જૂન મહિનામાં દિલ્હીમાં ટામેટાના ભાવમાં પ્રતિ કિલો 28 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments