Tuesday, July 16, 2024
HomeGUJARATJagannath Rath Yatra 2024 : આવતી કાલે યોજાશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા

Jagannath Rath Yatra 2024 : આવતી કાલે યોજાશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા


  • જળયાત્રાને લઈ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો
  • જગન્નાથ મંદિરમાં બળદગાળાને શણગાર કરવાનું કરાયું શરૂ
  •  ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરાયા

જળયાત્રાને લઈ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો. બૉમ્બ સ્કોર્ડએ મંદિરમાં થઈ રહેલી તૈયારીઓ પર ચેકીંગ હાથ ધર્યું . જળયાત્રાની મંદિરમાં તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા. મંદિરની બહાર બળદગાળા મુકાયા પ્રાંગણમાં. જગન્નાથ મંદિરમાં બળદગાળાને શણગાર કરવાનું કરાયું શરૂ. જગન્નાથની જળયાત્રામાં ભગવાનના વાઘા ,ઘરેણાં સહિતની તૈયરીઓ. કળશને રંગબેરંગી રંગ રોગાનથી મંદિરમાં કરાયો શણગાર. આવતીકાલે ભગવાન જગન્નાથ આપશે ગજવેશમાં દર્શન

રથયાત્રા મહોત્સવનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા

રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રાનું આયોજન કરાશે. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે. દર વર્ષની જેમ જ આ વર્ષે સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે.

રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા માટે કળશોને રંગરોગાન કરાયું, ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરાયા

રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા યોજાય છે. અમદાવાદમાં 22 જૂને જળયાત્રા યોજાશે. જેના માટે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રા માટે ખાસ108 કળશનું રંગરોગન કરાયું છે. તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યું છે. આ જળયાત્રામાં18 ગજરાજ અને 18થી વધુ ભજન મંડળીઓ જોડાશે.

પૂજનની વિધિ બાદ નદીમાંથી108 કળશમાં જળ ભરીને મંદિરમાં લવાશે

પૂજનની વિધિ બાદ નદીમાંથી108 કળશમાં જળ ભરીને મંદિરમાં લવાશે અને ત્યાં બિરાજમાન પ્રતિમાઓની ષોડષોપચાર પૂજન વિધિ કરાશે. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓનો દૂધ, કેસર અને જળથી અભિષેક કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે સરસપુર મામાના ઘરે જશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments