Tuesday, July 23, 2024
HomeSPORTSENG vs SA ક્વિન્ટનની ઇનિંગ્સ છતાં દક્ષિણ આફ્રિકા માત્ર 164 રન સુધી...

ENG vs SA ક્વિન્ટનની ઇનિંગ્સ છતાં દક્ષિણ આફ્રિકા માત્ર 164 રન સુધી જ પહોંચી શકી


ENGvsSA ક્વિન્ટન ડી કોક (65) અને ડેવિડ મિલરની (43) ઈનિંગ્સના આધારે દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે T-20 વર્લ્ડ કપની સુપર એઈટ ગ્રુપ 2 મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આજે ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાએ સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 86 રન જોડ્યા. 10મી ઓવરમાં મોઈન અલીએ રીઝા હેન્ડ્રીક્સ (19)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી સાઉથ આફ્રિકાની ઈનિંગ સમેટાઈ ગઈ.

12માં જોફ્રા આર્ચરે ક્વિન્ટન ડી કોકને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. ડી કોકે 38 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. જોસ બટલરે 14મી ઓવરમાં હેનરિક ક્લાસેન (8)ને રનઆઉટ કર્યો હતો. આ પછી ડેવિડ મિલર એક છેડો પકડી રાખ્યો હતો. કેપ્ટન એડન માર્કરામ (1) અને માર્કો જેન્સન (0) રને આઉટ થયા હતા. 20મી ઓવરમાં જોફ્રા આર્ચરે ડેવિડ મિલરને બ્રુકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મિલરે 28 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે 43 રનની ઇનિંગ રમી હતી.

ટ્રિસ્ટન સ્ટબ્સ (12) અને કેશવ મહારાજ (5) રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. સાઉથ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 163 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે ત્રણ, મોઈન અલી અને આદિલ રશીદને એક-એક વિકેટ મળી હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments