Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness News: સ્વિસ બેંકોમાં ભારતીયોનું જમાધન 70%ઘટી 9,771કરોડ સાથે ચાર વર્ષના તળિયે

Business News: સ્વિસ બેંકોમાં ભારતીયોનું જમાધન 70%ઘટી 9,771કરોડ સાથે ચાર વર્ષના તળિયે


  • સ્વિટ્ઝરલેન્ડ સેન્ટ્રલ બેંક દ્વારા જારી વાર્ષિક ડેટા
  • સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો
  • સ્વિસ બેંકમાં જમા રકમ સીએચએફ 3.83 અબજ સાથે 14 વર્ષના ઊંચા મથાળે પહોંચી હતી

સ્વિસ બેંકમાં ભારતીય ખાતેદારો અને કંપનીઓના જમા ધનમાં વર્ષ 2023માં 70 ટકાનો ઘટાડો થયો છે. રૂ.9,771 કરોડ સાથે આ ફંડ ચાર વર્ષના તળિયે પહોંચ્યું છે. ગુરૂવારે સ્વિટ્ઝરલેન્ડ સેન્ટ્રલ બેંક દ્વારા જારી વાર્ષિક ડેટાના આધારે આ માહિતી પ્રાપ્ત થઈ હતી.

સતત બીજા વર્ષે એવું બન્યું છે કે, સ્વિસ બેંકમાં ભારતીય ખાતેદારો દ્વારા જમા રકમમાં ઘટાડો થયો છે. વર્ષ 2021માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમ સીએચએફ 3.83 અબજ સાથે 14 વર્ષના ઊંચા મથાળે પહોંચી હતી. ત્યારબાદથી આ ફંડમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્વિસ બેંકમાં આ ફંડ્સ બોન્ડ્સ, સિક્યુરિટીઝ અને વિવિધ ફાઇનાન્સિયલ સંશાધનો સ્વરૂપમાં જમા છે.

આ ડેટમાં વધુમાં દર્શવવામાં આવ્યું હતું કે, સ્વિસ બેંકમાં ભારતની અન્ય બેંક શાખા દ્વારા રાખવામાં આવેલ ગ્રાહકોના જમા ખાતા અને ફંડ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (એસએનબી)ને સુપરત આ સત્તાવાર આંકડા છે અને સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા બહુચર્ચિત કથિત કાળા નાણાંની સંખ્યા દર્શાવતા નથી. આ આંકડાઓમાં ભારતીયો, એનઆરઆઈ અથવા અન્યો દ્વારા ત્રીજા દેશની કંપનીઓના નામે સ્વિસ બેંકમાં રહેલા નાણાંનો પણ સમાવેશ થતો નથી. સીએચએફ 1,039.8 મિલિયનની કુલ રકમ એસએનબી દ્વારા 2023ના અંતમાં સ્વિસ બેંકોની કુલ જવાબદારીઓ અથવા તેમના ભારતીય ગ્રાહકોની લેવાની રકમ તરીકે વર્ણવામાં આવી છે. જેમાં ગ્રાહકની થાપણોમાં એસએચએફ 310 મિલિયનનો સમાવેશ થાય છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments