Wednesday, July 24, 2024
HomeBUSINESSShare Market Opening: મિશ્ર પ્રતિસાદ સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સ 77,000ને પાર

Share Market Opening: મિશ્ર પ્રતિસાદ સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સ 77,000ને પાર


  • તેજી સાથે શેર માર્કેટની શરૂઆત
  • બજાર ખુલ્યાની થોડ઼ી મિનિટોમાં થયુ ડાઉન
  • સેન્સેક્સ 77000 સુધી પહોંચ્યો

ભારતીય શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી. પરંતુ બજાર ખુલ્યાની થોડીવારમાં જ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયા હતા. સેન્સેક્સ 77,300ની નજીક પહોંચી ગયો છે અને નિફ્ટી 23500ની નીચે ગયો છે. બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટીના મોટા ભાગના ટોપ ગેનર્સમાં બેન્ક શેરોનું વર્ચસ્વ છે.

સવારે 9.22 વાગ્યે બજારની સ્થિતિ

અત્યાર સુધી સેન્સેક્સમાં 26.52 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 77,311 પર ટ્રેડ થઈ રહ્યો છે. NSE નો નિફ્ટી 27.80 પોઈન્ટ ઘટીને 23,488 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

સવારે 10.30 કલાકની સ્થિતિ

સવારે 10.30 કલાકે સેન્સેક્સ 77,365 અંક પર 27 પોઇન્ટના વધારા સાથે જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 23,535 અંક પર 19.25ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

કેવી રીતે બજારની શરૂઆત

આજે BSE સેન્સેક્સ 85.91 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 77,423 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી માત્ર 11 પોઈન્ટના વધારા સાથે 23,527 પર ખુલ્યો હતો.

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન

BSE પર લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 434.82 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને યુએસ ડૉલરમાં તે $5.12 ટ્રિલિયન પર ટ્રેડ થઈ રહી છે.

સેન્સેક્સ શેરોની સ્થિતિ

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 11માં જ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 19માં ઘટાડો છે. કોટક મહિન્દ્રા બેન્ક 1.93 ટકા વધીને ટોપ ગેનર રહી હતી અને ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એચયુએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments