Thursday, July 25, 2024
HomeGUJARATSaurashtra University વિવાદમાં, જાતીય સતામણીનો લેટર બોમ્બ થયો વાયરલ

Saurashtra University વિવાદમાં, જાતીય સતામણીનો લેટર બોમ્બ થયો વાયરલ


  • બાયો સાયન્સ ભવનમાં જાતીય સતામણીનો ઉલ્લેખ
  • મહિલા અધ્યાપિકા દ્વારા જાતીય સતામણીનો આક્ષેપ
  • પ્રોફેસર અને સ્ટૂડન્ટ વચ્ચે સંબંધ રાખવાનો પણ ઉલ્લેખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. જેમાં જાતીય સતામણીનો લેટર બોમ્બ વાયરલ થયો છે. તેમાં બાયો સાયન્સ ભવનમાં જાતીય સતામણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અધ્યાપિકા દ્વારા જાતીય સતામણીનો આક્ષેપ છે. તેમાં અધ્યાપિકા પર વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીનો આરોપ છે. જેમાં વિદ્યાર્થિનીઓના બીભત્સ ફોડા પડાવ્યાનો લેટરમાં ઉલ્લેખ છે.

પ્રોફેસર અને સ્ટૂડન્ટ વચ્ચે સંબંધ રાખવાનો પણ ઉલ્લેખ

પ્રોફેસર અને સ્ટૂડન્ટ વચ્ચે સંબંધ રાખવાનો પણ ઉલ્લેખ છે. જેમાં લેટર બોમ્બથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમાં ખુદ મહિલા અધ્યાપિકા દ્વારા વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ છે. તેમાં વેબ સિરીઝની જેમ મહિલા પ્રોફેસર વિદ્યાર્થીનીઓને સબંધ રાખવા દબાણ કરતી હોવાનું લેટરમાં ઉલ્લેખ છે. તેમાં સેક્સ્યુઅલ અને બાયો સેક્સ્યુઅલ તેમજ ગર્લ્સના નગ્ન ફોટાઓ પડાવ્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જાતિય સતામણી અને પ્રોફેસર તેમજ સ્ટુડન્ટ વચ્ચે સબંધ રાખવાની વાત કરતા હોવાથી ચકચાર મચી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments