Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness News: નક્કરતાના અભાવે મિડ-કેપ, સ્મોલ-કેપની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે

Business News: નક્કરતાના અભાવે મિડ-કેપ, સ્મોલ-કેપની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે


  • મૂલ્યાંકન ખૂબ ઊંચું હોવાથી સેન્ટિમેન્ટમાં ફેરફાર મંદી તરફ દોરી જશે
  • મિડકેપમાં માત્ર 13 ટકા, સ્મોલ-કેપમાં માત્ર 8 ટકા શેર જ તેજી માટે જવાબદાર
  •  બેન્ચમાર્ક જે રીતનું ચિત્ર રજૂ કરી રહ્યા છે તે જોતા એવું લાગે છે

વર્ષ 2024ના અત્યાર સુધીના સમયમાં એવું જોવા મળ્યું છે કે, મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડાઈસિસ આઉટપર્ફોર્મ રહ્યા છે. આ સેગમેન્ટમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. પણ જમીન પરની હકીકત એવી જણાઈ રહી છે કે, બધું ઠીક નથી. આ બન્ને ક્ષેત્રની ઇન્ડેક્સ જેટલી મજબૂતાઇ સાથે આગળ વધી રહ્યા છે,

એટલી મજબૂતાઇ આ ક્ષેત્રના તમામ શેરોમાં જોવા મળતી નથી. બેન્ચમાર્ક જે રીતનું ચિત્ર રજૂ કરી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે, આશાવાદ એટલો વ્યાપક નથી. નિફ્ટી મિડકેપ 150 અને સ્મોલકેપ 250 ઈન્ડાઈસિસના 20 સ્ટોક્સએ ચાલુ વર્ષે આ ઈન્ડેક્સના ઉછાળામાં આશરે 50-50 ટકા યોગદાન આપ્યું છે. વધુ સ્પષ્ટતા કરવામાં આવે તો મિડકેપ 150 ઇન્ડેક્સમાં માત્ર 13 ટકા શેર અને સ્મોલ-કેપ 250 ઇન્ડેક્સમાં માત્ર આઠ ટકા શેરે જ ચાલુ વર્ષે અત્યાર સુધી આ ઇન્ડેક્સમાં આવેલી તેજીની આગેવાની લીધી છે. મિડ-કેપ 150 ઈન્ડેક્સે 21.86 ટકા જ્યારે સ્મોલકેપ 250એ 21.86 ટકા વળતર આપ્યું છે. બેન્ચમાર્કના સારા પ્રદર્શનને કારણે 2024માં અત્યાર સુધી નિફ્ટીમાં 8.35 ટકાનો વધારો થયો છે. આવા સંજોગોમાં માર્કેટ સેન્ટિમેન્ટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ઘટાડા તરફ દોરી જશે, જે રોકાણકારોને મોટું નુકસાન કરાવી શકે છે.

મની મેનેજર્સનું માનવું છે કે, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જે તેજી જોવા મળી છે તેમાં મોટા ભાગના મિડ કેપ અને સ્મોલ કેપ શેરોનું યોગદાન બહુ સીમિત છે, જે યોગ્ય નથી એટલે કે તેજી એટલી વ્યાપક નથી અને અમુક શેરો જ ઇન્ડેક્સની તેજી સાથે ચાલ મનાવીને ચાલ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડાઈસિસમાં તેજીની ચાલની આગેવાની પીએસયુ, ફાયનાન્સિયલ સર્વિસિસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી કંપનીએ કરી છે. મિડકેપ ઈન્ડેક્સના લાભમાં કેટલાક ટોચના યોગદાનકર્તાઓએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 36-36 પોઈન્ટનો વધારો નોંધાવ્યો છે. જેમાં હિન્દુસ્તાન ઝિંક, મેક્રોટેક ડેવલપર્સ, જેએસડબ્લ્યૂ એનર્જી અને કમિન્સ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments